ભારતીય બાળકોનું આલબમ ‘ફાલુઝ બાઝાર’ દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિની સંગીતમય યાત્રા

ન્યુ યોર્કઃ ભારતીય બાળકોનું સૌપ્રથમ આલબમ ‘ફાલુઝ બાઝાર’ દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિની સંગીતમય યાત્રા કરાવે છે.
આ આલબમ મોડર્ન અને ક્લાસિકલ સ્ટાઇલનો અનોખો સમન્વય ધરાવતા આંતરરાષ્ટ્રીય કલાકાર ફાલુ તરફથી ભારતીય બાળકોના સંગીતનું પારદર્શી અને વૈવિધ્યપૂર્ણ આલબમ છે. આ આલબમ 26મી ફેબ્રુઆરી, 2018ના રોજ રિલીઝ થશે.
આ આલબમ કાલ્પનિક ભારતીય ‘હુલુલુલુ બાઝાર મારફતે સંપૂર્ણ યાત્રા કરાવે છે, જે ભારતીય જીવનનાં અજોડ પાસાં રજૂ કરે છે, જેમાં દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિ, પરંપરાગત વ્યંજનો, બજારમાં મળતા મરીમસાલા, નાગરિકો, ભાષા વગેરેને રજૂ કરવામાં આવી છે. આલબમની શરૂઆત ‘માય નેમ’થી થઈ છે, જે ગીત ફાલુના પાંચ વર્ષના પુત્ર નિશાદે ગાયું છે, જે બાળકોને હિન્દી ભાષામાં કેવી રીતે તેઓનાં નામો, તેઓના વાલીઓનાં નામો, તેમની વય, તેમનાં સરમાનાં જણાવવા તેની માહિતી આપે છે.
આ પછી અપબીટ ડાન્સ ટ્રેક ‘તારારમ પમપમ-ધ સિગ્નલ સોન્ગ’ રજૂ કરાયું છે, જે કેવી રીતે સ્ટ્રીટલાઇટ-સિગ્નલોનું પાલન કરવું તેના વિશેની સમજ આપે છે.
‘હુલુલુલુ બસ’માં શ્રોતાઓ બસથી લઈને બજાર, મિટિંગથી લઇને લોકોને કેમ છો કહેવાથી લઈને વિવિધ ભાષાઓ અને વિવિધ સ્થળોની સફર કરાવે છે. ગ્રેમી એવોર્ડવિજેતા નિર્માતા ડેની બ્લુમ અને દીપ સિંહ દ્વારા નિર્મિત આ આલબમનાં તમામ ગીતો ફાલુ (ફાલ્ગુની શાહ), સૌમ્ય ચેટરજી સાથે બ્રાયન વર્ગાસે લખ્યાં છે.