ભારતીય ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનને 2018ના વર્ષ માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ – દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે

0
1011

ભારતીય સિનેજગતમાં છેલ્લા પાંચ દાયકાથી અવિરત કાર્યરત રહીને અમૂલ્ય યોગદાન કરનારા સદીના મહાનાયક અને અનન્ય કલાકાર – વિભૂતિ અમિતાભ બચ્ચનને ફિલ્મ જગતનું સર્વોત્કૃષ્ટ સન્માન – બાબાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. 
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ઉપરોક્ત માહિતી આપી હતી. 1969માં અમિતાભે ખ્વાજા અહેમદ અબ્બાસની ફિલ્મ સાત હિંદુસ્તાનીથી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો હતો. 2019માં સાત હિંદુસ્તાનીની રજૂઆતનો 50 વર્ષ પૂરાં થાય છે. સાત હિંદુસ્તાની ફિલ્મની કથા પોર્ટુગીઝ શાસનની ગુલામીમાંથી ગોવાને મુકત કરવા માટે લડત આપનારા સાત હિંદુસ્તાની પર આધારિત હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે  પ્રસિધ્ધ હાસ્ય અભિનેતા મહેમૂદના ભાઈ અનવર અલીએ પણ ભૂમિકા ભજવી હતી. તેમની સાથે ઉત્પલ દત્ત અને એ. કે. હંગલ પણ હતા. પોતાની બહુમુખી અને વિશિષ્ટ અભિનય -પ્રતિભાથી ભારતીય ફિલ્મ જગતને સમૃધ્ધ કરનારા અમિતાભ બચ્ચનની ગણના આ સદીના વિશ્વના મહાન કલાકારોમાં કરવામાં આવી રહી છે.