ભારતીય દૂતાવાસ, મિશન, વિવિધ કોન્સ્યુલેટમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

26મી જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત ભારતનું રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
ભારતના 69મા પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત નવતેજ સરના દ્વારા દૂતાવાસની સામે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

 

.

 

26મી જાન્યુઆરીએ ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું.

ન્યુ યોર્કઃ ભારતના 69મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વોશિંગ્ટન ડીસીમાં, યુનાઇટેડ નેશન્સના પરમેનન્ટ મિશન ઓફ ઇન્ડિયામાં, સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યુ યોર્ક સિટી, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન, એટલાન્ટામાં આવેલા ભારતીય દૂતાવાસોમાં 26મી જાન્યુઆરીએ કરવામાં આવી હતી.
વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત નવતેજ સરના દ્વારા દૂતાવાસની સામે આવેલા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પછી નવતેજ સરનાએ તિરંગો લહેરાવ્યો હતો. ત્યાર પછી ભારતના રાષ્ટ્રગીતનું ગાન થયું હતું.
સરનાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન વાંચી સંભળાવ્યું હતું. ત્યાર પછી યુવાન ભારતીય અમેરિકનો દ્વારા દેશભક્તિનાં ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ઉજવણી સમારંભમાં ભારતીય અમેરિકન સમુદાયના 200થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ મિશનના ભારતના રાજદૂત સઈદ અકબરુદ્દીનના હસ્તે મિશનમાં ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ત્યાર પછી સાંજે ન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસના સહઆયોજનથી સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ મિશનના ભારતના રાજદૂત સઈદ અકબરુદ્દીનના હસ્તે મિશનમાં ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોમાં યુનાઇટેડ નેશન્સના અન્ડર સેક્રેટરી જનરલ મિગલ ડી સેરપા સોરેસ, યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ફિલ્ડ સપોર્ટના અન્ડર સેક્રેટરી જનરલ અતુલ ખારે, ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી, યુનાઇટેડ નેશન્સ ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના મોહમ્મદ, લેફટનન્ટ ગવર્નર ઓફ ન્યુ યોર્ક કેથી હોચલ, યુનાઇટેડ સ્ટેટ જનરલ એસેમ્બલીના પ્રેસિડન્ટ મિરોસ્લેવ રાજકેકનો સમાવેશ થતો હતો.

ન્યુ યોર્ક કોન્સ્યુલેટ દ્વારા તેના સંકુલમાં સવારે ધ્વજવંદન સમારંભ યોજવામાં આવ્યો હતો. ન્યુ યોર્કમાં કોન્સલ જનરલ ઓફ મેક્સિકો ડિયગો ગોમેઝ પિકરિંગ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા.

યુનાઇટેડ નેશન્સમાં ડેલિગેટ્સ ડાઇનિંગ રૂમમાં ઉજવણી દરમિયાન 200થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોમાં યુનાઇટેડ નેશન્સના અન્ડર સેક્રેટરી જનરલ મિગલ ડી સેરપા સોરેસ, યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ફિલ્ડ સપોર્ટના અન્ડર સેક્રેટરી જનરલ અતુલ ખારે, યુનાઇટેડ નેશન્સ ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના મોહમ્મદ, લેફ્ટેનન્ટ ગવર્નર ઓફ ન્યુ યોર્ક કેથી હોચલ, યુનાઇટેડ સ્ટેટ જનરલ એસેમ્બલીના પ્રેસિડન્ટ મિરોસ્લેવ રાજકેકનો સમાવેશ થતો હતો.
અખબારી અહેવાલો મુજબ યુએન સિક્યુરિટી કાઉન્સિલના પાંચ કાયમી સભ્યોમાંના ચારના રાજદૂતો આ સમારંભમાં હાજર રહ્યા હતા, જેમાં રશિયા-ચીન-ફ્રાન્સ અને બ્રિટનના રાજદૂતોનો સમાવેશ થતો હતો.

યુનાઇટેડ નેશન્સના અમેરિકી રાજદૂત નિક્કી હેલી શહેરની બહાર હતાં, પરંતુ તેમણે સમારંભમાં પોતાના ટોચના દૂતોમાંથી એક દૂતને ઉપસ્થિત રહેવા માટે મોકલ્યા હતા.

યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ મલીહા લોઢીએ યુએનમાં ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારંભમાં ઉપસ્થિત રહીને સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. યુએન ડેલિગેટ્સ ડાઇનિંગ રૂમમાં ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સના ભારતના કાયમી પ્રતિનિધિ સઈદ અકબરુદ્દીને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં ભારતના 69મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન, ભારતથી ઘણા દૂર હોવા છતાં યુવાનોએ પોતાની સંસ્કૃતિ અને વારસાની ઝલક દર્શાવી હતી જે પ્રશંસનીય બાબત છે.
ઇલિનોઇસ લેફ્ટેનન્ટ ગવર્નર એવલીન સાનગુનેટી પણ અન્ય ભારતીય અમેરિકનોની સાથે સાથે શિકાગોમાં આયોજિત પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.
હ્યુસ્ટનમાં પણ ભારતીય દૂતાવાસના સત્તાવાળાઓ દ્વારા ટ્વિટર પર સ્પેશિયલ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘જય હિન્દ, હેપ્પી રિપબ્લિક ડે.’
કોંગ્રેસમેન પીટ ઓઇસન કોન્સ્યુલેટમાં પરંપરાગત કુરતામાં હાજર રહ્યા હતા અને હ્યુસ્ટનમાં ભારતીય દૂતાવાસમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારંભમાં ભારતીય અમેરિકનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ઓઇસને જણાવ્યું હતું કે ભારતીય કોન્સ્યુલેટ જનરલમાં ભારતના 69મા પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારંભમાં ઉપસ્થિત રહેવાની તક મળી જેનો આનંદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here