ભારતીય ડોક્યુમેન્ટ્રી ‘રાઈટિંગ વિથ ફાયર’ ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ

 

હોલિવૂડ: દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક એકેડમી એવોર્ડ કે જે ઓસ્કાર એવોર્ડના નામથી પણ ઓળખાય છે તેમાં ભારતની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ઁ‘રાઈટિંગ વિથ ફાયર’ નોમિનેટ થઈ છે. ૯૪મા એકેડમી એવોર્ડ માટે ભારતમાંથી દક્ષિણના સ્ટાર સૂર્યાની ‘જય ભીમ’ અને મોહનલાલની ‘મરાક્કર’ પણ મોકલાઈ હતી, પરંતુ તે નોમિનેશનમાં જગ્યા બનાવી શકી નહોતી. ઉપરાંત હોલિવૂડની સાઈકોલોજિકલ ડ્રામા ‘ધ પાવર ઓફ ડોગ્સ’એ ઓસ્કાર નોમિનેશનમાં પ્રભુત્વ જમાવ્યું છે. ઓસ્કાર એવોર્ડ્સમાં ડોક્યુમેન્ટ્રી શ્રેણીમાં ‘રાઈટિંગ વિથ ધ ફાયર ગેટ્સે’ સ્થાન મેળવીને બધાને આશ્ર્ચર્યચકિત કરી દીધા છે. ટ્રેસી એલિસ રોસ અને લેસ્લિ જોર્ડને એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસના ટ્વીટર પેજ મારફત આ નોમિનેશન્સની જાહેરાત કરી હતી.