ભારતીય જનતા પાર્ટી જીતશે તો ભુપેન્દ્રભાઈ પટેલ જ ગુજરાતના મુખ્યમંત્રીઃ અમિત શાહ

 

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આગામી મહિનામાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરશે તો ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્યમંત્રી બની રહેશે. 

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગૃહ રાજ્યમાં સતત સાતમી વખત સત્તા હાંસલ કરવા પર છે. 

જો ગુજરાતમાં ભાજપને બહુમત મળશે તો ભૂપેન્દ્રભાઈ પટેલ જ આગામી ગુજરાતના મુખ્યમંત્રી હશે. ભુપેન્દ્રભાઈ પટેલે સપ્ટેમ્બર, ૨૦૨૧માં વિજય રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી પદ સંભાળ્યુ હતું. તે ભાજપના નેતૃત્વનો ઍક ઍવો નિર્ણય હતો જેણે અનેક લોકોને ચોંકાવી દીધા હતા. ભુપેન્દ્ર પટેલ પહેલીવાર ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. તેમને ઍ જ બેઠક પરથી ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

અગાઉ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીઍ જાહેર સર્વે હાથ ધર્યા બાદ પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસે ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત ન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની