ભારતીય જનતા પક્ષે ફાયનલ કરી રાજયસભાના ઉમેદવારોની યાદી -નાણાપ્રધાન અરુણ જેટલી રાજ્યસભાના ઉમેદવાર  તરીકે જાહેર

0
738

ભારતના ચૂંટણી પંચે દેશના જુદા જુદા રાજ્યોમાં  કુલ 58 બેઠકો માટે થનારી ચૂંટણી માટે 23 માર્ચની તારીખ જાહેર કરીદીધી છે. ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 12 માર્ચ છે, જયારે ઉમેદવારી પાછી ખેં ચી લેવાની તારીખ 15 માર્ચ રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભારતીય જનતા પક્ષે પક્ષના તમામ ઉમેદવારોની પસંદગી કરી લીધી હોવાનું૆ જાણવા મળ્યું હતું. મધ્યપ્રદેશની બે બેઠકો માટે થાવરચંદ ગેહલોત અને ઉર્જાપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નામોની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાંથી મનસુખલાલ માંડલિયા અને પરસોત્તમ રૂપાલા ભાજપ તરફથી ઉમેદવારી કરશે. કેન્દ્રના કાનૂનપ્રધાન રવિશંકર પ્રસાદ બિહારમાંથી ઉમેદવારી કરશે.