ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટૂંક સમયમાં પિતા બનશે—- આનંદના સમાચાર …

 

  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 27 ઓગસ્ટના ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં તેમના ધરમાં એક નાનકડા નવા મહેમાનનું આગમન થઈ રહ્યું છે. તેઓ  પિ્તા બનવાના છે. વિરાટ હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની  (આરસીબી) ટીમ યુએઈમાં છે. વિરાટનો કવોરેન્ટાઈન સમય ( છ દિવસ) ગુરુવારે પૂરા થઈ રહ્યા છે. વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનાં લગ્ન 11 ડિસેમ્બર, 2017ના દિવસે ઈટાલીમાં થયાં હતા. વિરાટ કોહલીએ એમના ટવીટમાં કહ્યું હતું કે, જાન્યુઆરી, 2021માં અમે બેમાંથી ત્રણ બની જઈશું. પોતાના ટવીટમાં વિરાટે પ્રેમ (લવ) અને નમસ્તેની ઈમોજી પણ લગાવી હતી.