ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટર મોહમ્મદ શમીને  નિર્દોષ જાહેર કર્યા – કોન્ટ્રેકટમાં સામેલ કરીને બી ગ્રેડ ક્રિકેટરોના લિસ્ટમાં દાખલ

0
943
IANS

જાણીતા ક્રિકેટર મોહમ્મદ શમી પર એમની પત્ની હસીન જહાંએ મેચ ફિકસિંગ સહિત અનેક આરોપ મૂક્યા હતા. જેને કારણે બીસીસીઆઈએ મોહમ્મદ શમીનો ક્રિકેટની રમતોમાં સામેલ થવાનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બીસીસીઆઈએ મોહમ્મદ શમી વિરુધ્ધ કરવામાં આવેલા મેચ ફિકસિંગના આરોપો બાબતની તપાસ પૂર્ણ કરી હતી ભ્રષ્ટાચાર વિરોધી કમિટીના અધ્યક્ષ નીરજકુમારે એક અહેવાલ સુપરત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મોહમ્મદ શમી પર લગાવવામાં આવેલા કોઈ આરોપ પૂરવાર થયા નથી. જેથી તેમને માનભેર તમામ આરોપમાંથી મુક્ત કરીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. મોહમ્મદ શમીને બીસીસીઆઈએ ફરીથી રમતના કોન્ટ્રક્ટમાં સામેલ કરીને તેમને બી ગ્રેડના ખેલાડીઓમાં સ્થાન આપ્યું હતું. બી ગ્રેડ અંતર્ગત, શમીને વાર્ષિક 3 કરોડ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે.