ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- બીસીસીઆઈના ચીફ એકઝીકયુટિવ ઓફિસર (સીઈઓ) રાહુલ જૌહરીનું રાજીનામું મંજૂર કરાયું… 

રાહુલ જૌહરીએ  ગત વરસના 27 ડિસેમ્બરે જ પોતાના હોદા્ પરથી રાજીનામું આપી દીધું હતું. પણ એને મંજૂર કરવામાં આવ્યું નહોતું. બોર્ડ દ્વારા રાહુલને 30 એપ્રિલ સુધી એકસટેન્શન આપવામાં આવ્યું હતું. હજી સુધી એવાત સ્પષ્ટ થઈ નથી કે અચાનક તેમનું રાજીનામુ બોર્ડે કેમ મંજૂર કરી લીધું. રાહુલ જૌહરી પર બોર્ડની ગુપ્ત માહિતી લીક કરવાનો સંશય રાખવામાં આવી રહ્યો છે. રાહુલે બોર્ડની આચાર- સંહિતાનું પૂરતું પાલન નથી કર્યું તેવો તેમના પર આરોપ મૂકવામાં આવી રહ્યો છે. બોર્ડના અધિકારીઓનું માનવું છેકે, ઉચ્ચ હોદા્ પર બેઠેલી વ્યક્તિ જ જો ગોપનીયતાનું પાલન ન કરે તો , બીજા નિમ્ન કક્ષાના અધિકારીઓ પર પણ એની અવળી અસર પડવાની સંભાવા વધી જાય છે