ભારતીય કૉન્સ્યુલટ ન્યૂ યોર્કમાં 16મીએ એફઆઈએ દ્રારા પ્રવાસી ભારતીય દિવસ ઉજવણી કરવામાં અાવી.

0
833

ન્યુ યોર્ક
નોંધનીય છે કે અતિશય ઠંડુ તાપમાન પણ લોકોને ફેડરેશન ઓફ એસોસિએશન (ન્યુયોકૅ, ન્યુ જસીૅ અને કનેટીકટ)ની ગયા રવિવારે કોન્સ્યુલેટ જનરલ ખાતે યોજાયેલી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીથી દૂર રાખવામાં નિષ્ફળ ગયું હતું.

2003 થી દરેક જાન્યુઆરી 9 મીએ મહાત્મા ગાંધીના વિશ્વ યુદ્ધ I દરમિયાન દક્ષિણ આફ્રિકાથી ભારત પરત અાવવાના દિવસને પ્રવાસી ભારતીય દિવસ (પીવીડી) તરીકે દર વર્ષે યોજાય છે જેનો હેતુ ” વિદેશી ભારતીય સમુદાયની સરકાર સાથે સગાઈ, તેમના મૂળ સાથે પુનઃજોડાણ અને ભારતના વિકાસ માટે તેમની સિદ્ધિઓ અને યોગદાનની ઉજવણી કરવાનો છે.”

એફઆઈએના નવા ચુંટાયેલા પ્રમુખ સૃજલ પરીખે ભેગા થયેલા મહેમાનોનું સ્વાગત કર્યું અને
ઇવેન્ટની કિક-ઑફની શરઆત અામંત્રિત મહેમાનો સાથે દીપ પ્રાગ્ટયથી કરી હતી.

ત્યાર બાદ સુરતી ફોર પફોૅમીંગ અાટૅસના વિદ્યાથીૅઓએ જેના ફાઉન્ડર રીમલી રોય છે ગણેશ વંદનાની રજૂઅાત કરી જેનું દિગ્દશૅન વિદ્યા દિનેશનું હતું તેમજ કંપની નૃત્યાંગના ઇમાની ગેસ્ટોને પણ પરંપરાગત ઓડિસી શાસ્ત્રીય નૃત્ય શિવ તાંડવ પરફોર્મ કર્યું હતું.

કોન્સુલ જનરલ ચક્રવર્તીની અંત્યત ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ રદ થઇ હતી તેને કારણે તેઓ કાર્યક્રમમાં હાજર રહેવા માટે અસમર્થ હતાં. તેમના સ્થાને કોમ્યુનિટી અફેર્સ, કે. દેવદાસન નાયર, જેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતીય ડાયસ્પોરાને લગતી ટીપ્પણી પરનો પુનરોચ્ચાર કર્યો હતો જેમાં અંતમાં ચાલશે ને બદલે (થશે) અને(કદાચ બદલાશે)ને બદલે બદલાઇ શકશે જણાવ્યું હતું.તેમ જ તેમણે ડાયસ્પોરાના યુવકોને પ્રોત્સાહન અાપતાં આ    પીબીડી   ઇવેન્ટ્સમાં જોડાવા વિશે તેમજ તેમના મૂળ સાથે જોડાવા યુવાનોને ભારતામાં અાવવા માટે અનુરોધ કયોૅo   હતો.

જેનિફર રાજકુમાર, ઇમિગ્રેશન અફેર્સના નિયામક અને ન્યૂ યોર્ક ડિપાર્ટમેન્ટ, યુ.એસ માટેના વિશિષ્ટ સલાહકાર છે

જેમણે ભારતીય સમુદાયની જરૂરિયાત વિશેની વાત કરતાં જણાવ્યું કે તેઓ વધુ ને વધુ રાજકારણ સાથે જોડાય તે ઇચ્છીનય છે.

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી દરમિયાન વધુમાં આગામી ઇન્ડિયા ડે પરેડની જાહેરાત થઇ જે ભારત બહારની સૌથી મોટી પરેડ છે જે આવતી ઓગસ્ટ 19 મી તારીખે યોજાશે અને તેના માટેની વધારાની વિગતો માર્ચમાં જણાવવામાં અાવશે.