ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં સાડા દસ ટકા સંકોચાશેઃ ફીચ

 

નવી દિલ્હીઃ ફીચ રેટગ્સ દ્વારા બુધવારે નાણાકીય વર્ષ ૨૧ માટે ભારતના વિકાસનો અંદાજ ઋણ પાંચ ટકા પરથી વધુ ઘટાડીને ઋણ ૧૦.પ ટકા કરવામાં આવ્યો હતો, અને જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં હજી વાઈરસનો ફલાવો ચાલુ છે અને દેશભરમાં ચાલુ રહેલા છુટાછવાયા શટડાઉનો આર્થિક પ્રવૃત્તિને ખોરવી રહ્યા છે. ચાલુ નાણાકીય વષર્ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની કુલ ઘરેલુ પેદાશ (જીડીપી)માં ૨૩.૯ ટકાનો જંગી ઘટાડો થયો હતો. ફીચે જણાવ્યું છે કે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ભારતે વિશ્વના સૌથી તીવ્ર જીડીપી ઘટાડાઓમાંનો એક ઘટાડો નોંધાવ્યો છે, પણ તે સાથે આ રેટીંગ એજન્સીએ નોંધ્યું હતું ક અર્થતંત્ર ફરી ખુલવા સાથે જુલાઇથી સપ્ટેમ્બરના સમયગાળામાં વિકાસ મજબૂતપણે પાછો ઉછળવો જોઇએ. જો કે એવા સંકતો છે કે રીકવરી ધીમી અને અચોક્કસ છે એ મુજબ તેમણે જણાવ્યું હતું. વૈશ્વિક આર્થિક દેખાવ અંગેના પોતાના સપ્ટેમ્બર અપડેટમાં ફીચે જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી ઘેરી મંદીઓ ભારત, યુકે અને સ્પેનમાં દેખાઇ છ.

ફીચે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી કડક લોકડાઉનોમાંનું એક લોકડાઉન ભારતે લાગુ પાડ્યું હતું અને આને કારણે ઘરેલુ માગમાં ભારે ઘટાડો થયો છે. મયાર્દિત નાણાકીય ટકો, તકલાદી નાણાકીય સિસ્ટમ અને વાઇરસના કેસોમાં ચાલુ રહેલો વધારો પ્રવૃત્તિઓ ઝડપથી સામાન્ય થવામાં અવરોધ સર્જી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે કે ફીચની ઘરેલુ શાખા ઇન્ડિયા રેટીંગ્સ અને રિસર્ચ દ્વારા ભારતનું અર્થતંત્ર ૧૧.૯ ટકાના દરે સંકોચાશે એમ જણાવ્યું છે. જ્યારે ગોલ્ડમેન શાસે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૧૪.૮ ટકાના દરે ઘટશે એમ જણાવ્યું છે.