ભારતીય-અમેરિકન પિતરાઈ ભાઈઓ દ્વારા લ્યુકેમિયા માટે કાઇટ ફેસ્ટિવલ

ન્યુ યોર્કઃ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતા ભારતીય-અમેરિકન પિતરાઈ ભાઈઓ સમીર શાહ અને સાર શાહ દ્વારા લ્યુકેમિયા માટે કાઇટ ફેસ્ટિવલ ફંડરેઇઝરનું આયોજન 17મી માર્ચ, શનિવારે મેરીલેન્ડમાં ફેઇરગ્રાઉન્ડ્સ પર લિયોનાર્ડટાઉનમાં કરવામાં આવ્યું છે. લ્યુકેમિયા એન્ડ લિમ્ફોમા સોસાયટી અંતર્ગત ફ્લાયફોરએક્યોર કેમ્પેન અંતર્ગત ભંડોળ એકઠું કરવા માટે બપોરે આ કાર્યક્રમ યોજાશે. શાહભાઈઓએ લ્યુકેમિયા એન્ડ લિમ્ફોમા સોસાયટીની સ્ટુડન્ટ્સ ઓફ ધ યર સ્પર્ધામાં ભાગ લીધો હતો, જે સાત અઠવાડિયાંની ફંડરેઇઝિંગ સ્પર્ધા છે અને હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે યોજાય છે. આ સ્પર્ધામાં મેરીલેન્ડની

સ્થાનિક શાળાઓના 20થી વધુ ટીમના સભ્યો છે. તેઓનો હેતુ બે લાખ ડોલર એકઠા કરવાનો છે, જેમાં એક લાખ ડોલરના વ્યક્તિગત દાન તેમ જ એક લાખ ડોલરની કોર્પોેરેટ સ્પોન્સરશિપનો સમાવેશ થાય છે.
સમીર શાહે જણાવ્યું હતું કે અમે લ્યુકેમિયા એન્ડ લિમ્ફોમા સોસાયટી સાથે સન 2010માં કામ કરવાની શરૂઆત કરી હતી, જ્યારે અમારી પિતરાઈ બહેન અમીને લ્યુકેમિયા થયો હતો. આ પછી મારા પિતાને બી સેલ લ્યુકેમિયાનું નિદાન થયું હતું. તે વખતે હું 12 વર્ષનો અને મારી બહેન નીલમ 10 વર્ષની હતી. અમે તેનું મહત્ત્વ સમજ્યાં નહોતાં, પરંતુ હવે અમે બરાબર સમજીએ છીએ કે લ્યુકેમિયા એન્ડ લિમ્ફોમા સોસાયટીએ નવી સર્જનાત્મક સારવારો માટે વિશાળ સંશોધન કર્યું છે.
શાહભાઈઓ સેન્ટ મેરીઝ કાઉન્ટીમાં રહે છ,ે જેની વસતિ 1,11,000 નાગરિકોની છે. લગભગ 500 નાગરિકો બ્લડ કેન્સરનો સામનો કરી રહ્યા છે.

લ્યુકેમિયા એન્ડ લિમ્ફોમા સોસાયટી દુનિયાની સૌથી મોટી સ્વૈચ્છિક હેલ્થ એજન્સી છે, જે બ્લડ કેન્સર રિસર્ચને સમર્પિત છે, જ્યારે બ્લડ કેન્સરના ઇલાજનો કોઈ ઉપાય ન હોય ત્યારે લ્યુકેમિયા એન્ડ લિમ્ફોમા સોસાયટી ડોનેશનની મદદથી ફંડ રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરીને તેનો ઇલાજ શોધવા પ્રતિબદ્ધ હોય છે. દર વર્ષે લ્યુકેમિયા એન્ડ લિમ્ફોમા સોસાયટી દ્વારા યર ફંડરેઇઝિંગ સ્પર્ધા થાય છે, જે અંતર્ગત ભંડોળ એકઠું કરાય છે. શાહભાઈઓને આશા છે કે આ વર્ષે 2000 મુલાકાતીઓ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેશે.