ભારતીય- અમેરિકન તબીબે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને વિનંતી કરી: કોરોના અંગે સાવચેતી રાખો નહિતર બહુ ખરાબ પરિણામ આવી શકે છે.

.

     અમેરિકામાં વસતા એક બંગાળી ભારતીય – અમેરિકન તબીબે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને વિનંતી કરતો પત્ર લખ્યો  હોવાનું સત્તાવાર સમાચાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજયના શહેરો અને નગરોમાં જયાં ગીચ વસ્તી હોય , તેવા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અને નિયમો મુજબ વર્તવાની તેમજ તમામ પ્રતિરોધક પગલા લેવાની ખાસ આવશ્યકતા છે. વસ્તીનું બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં કોરોનાના સંકા્રમણનો  ભય વધારે હોય છે. લોકો સતત એકમેકના સંપર્કમાં સહેલાઈથી આવતા હોય ત્યાં કોરોનાનું સંક્રમણ ખતરનાક બની શકે છે.આથી કોરોનાને રોકવા અને તેને વધતો અટકાવવા માટે જરૂરી પગલા લેવાની આ માનવતાવાદી તબીબે વિનંતી કરી હતી.