ભારતવિરોધી દેખાવો ચલાવી નહીં લેવાય ઃ નેપાળ સરકારની ચેતવણી

 

કાઠમાંડુઃ નેપાળમાં કેટલાક ભારત વિરોધી સંગઠનોના દેખાવો સામે નેપાળની શેર બહાદુર દેઉબા સરકારે ચેતવણી આપતાં સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ વિરોધ પ્રદર્શન દરમ્યાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું બાળવામાં આવશે કે ભારતનાં સન્માનની વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે.

એક નિવેદનમાં જારી કરવામાં આવેલાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે નેપાળ સરકાર પોતાના તમામ પાડોશીઓ સાથે નજીકના અને મજબૂત સંબંધ ઈચ્છે છે અને જો ક્યાંય મતભેદ કે વિવાદ સર્જાતા હોય તો તેને રાજદ્વારી સ્તરે વાતચીતનાં માધ્યમથી ઉકેલવામાં આવશે