ભારતમાં 4 કરોડ, 66 લાખ બાળકોને પૂરતો પોષક આહાર મળતો નથી.

0
815
Reuters

કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં બીજો નંબર નાઈજીરિયાનો છે. નાઈજીરિયામાં 1 કરોડ, 39 લાખ અને પાકિસ્તાનમાં 1 કરોડ, 7 લાખ બાળકો કુપોષણથી પીડાય છે.

ભારતમાં પોતાની લંબાઈની તુલનામાં ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા બે કરોડ, 55 લાખની છે. ઓછું વજન હોવાનાં બે કારણો છે- 1- પૂરતું ભોજન ન મળવું તે 2- કોઈ પણ પ્રકારની બિમારી હોવી. ઓછા વજનવાળા દુનિયાના અડધાથી વધુ બાળકો દક્ષિણ એશિયામાં રહે છે. ઈન્ટર નેશનલ ફુડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટીટયૂટ દ્વારા ગ્લોબલ ન્યુટ્રિશિયન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.