
તાજેતરમાં સંસદમાં પ્રશ્નોત્તરી દરમિયાન અપાયેલી માહિતી ભારતમાં શિક્ષિત યુવા વર્ગની સી પરિસ્થિતિ છે એના પર પ્રકાશ ફેંકે છે.
ભારતમાં 24 ટકા સ્નાતકો પાસે નોકરીધંધા કે રોજગાર નથી. 18 થી 29 વરસના અશિક્ષિત ગ્રામીણ યુવાનોમાં બેકારીનો દર 2-3 ટકા જેટલો છે. જયારે 7 ધોરણથી વધુ ભણનારા યુવા વર્ગમાં બેકારીનું પ્રમાણ 23.8 ટકા જેટલું હોવાનું જણાવવામાં આવ્યું હતું. વિવિધ રાજયોમાં ટકાવારી વધ-ઘટ પ્રમાણમાં હતી. સિક્કીમમાં 82.5 ટકા, લક્ષદ્વીપમાં 73 ટકા, ત્રિપુરામાં 50.3 ટકા, ઝારખંડમાં 39 ટકા અને હિમાચલ પ્રદેશમાં યુવા વર્ગમાં બેકારીનો દર 40.8 ટકા જેટલો હોવાની માહિતી આપવામાં આવી હતી.