ભારતમાં 24 કલાકમાં કોરોનાના પોઝિટિ્વની સંખ્યા 15,968 થઈ ..

 

          લોકડાઉનમાં કેટલીક છૂટછાટો આપ્યા બાદ ભારતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય – કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દિવસ દરમિયાન દેશમાં 15,968 કેસ નવા થયા છે અને 465 લોકોના કોરોનાથી મૃત્યુ થયાં છે. આખા દેશમાં કોરોના પોઝિટિવનો આંક 4,56,183 થયો છે. જેમા 1,83,022 સક્રિય કેસ છે. અત્યારસુધીમાં 2,58,685 લોકો સાજા થયા છે દેશમાં અત્યારે કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંક 14,476 સુધી પહોંચ્યો છેો. અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તામિલનાડુ  અને ગુજરાતમાં પણ સંક્રમિતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે.