નવી દિલ્હીઃ ભારત સરકારે ૩૬ દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ પર અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો છે. મંત્રાલય અનુસાર કોઈપણ એરલાઇન્સ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, આઇસલેન્ડ, હંગેરી, આયર્લેન્ડ, ઇટાલી, લેટવિયા, લિક્ટેન્સિન, લિથુનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ્સ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, તુર્કી, યુકેથી કોઈપણ પ્રવાસીને ભારત નહિ લાવે. ૧૭ માર્ચથી એરલાઇનો તરફથી ફિલિપિન્સ, મલેશિયા, અફઘાનિસ્તાના પ્રવાસીઓ પર પ્રતિંબધ મુકાયો છે