ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતું પુસ્તક ‘ધ હાર્ટફુલનેસ વે’ અમેરિકામાં લોન્ચ

ન્યુ યોર્કઃ ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતું પુસ્તક, ધ હાર્ટફુલનેસ વે અમેરિકા અને કેનેડામાં પહેલી જૂને લોન્ચ થઈ ચૂક્યું છે.
આપણા આધુનિક અને ગતિશીલ વિશ્વમાં આપણને ઘણી વાર એવું કહેવામાં આવે છે કે સુખ મેળવવા માટે આપણે જેટલો બને તેટલો વધારે સમય અને જેટલી બને તેટલી વધારે શક્તિ મોભો, સફળતા અને ધન સંપત્તિ ભેગી કરવા પાછળ વાપરવાં જોઈએ. જ્યારથી આપણે આવું કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારથી આપણે પહેલાંથી પણ વધારે બદતર અને દુઃખી બનીએ છીએ અને કુદરતી રીતે આપણને કંઈક ખૂટે છે, એવી લાગણી થાય છે, પણ તેના કરતાં જો આપણે હૃદય આધારિત (હાર્ટફુલ) બનવાનું શીખી શકતા હોઈએ, તો કેવું?
ધ હાર્ટફુલનેસ વે પુસ્તક કમલેશ ડી. પટેલ અને જોશુઆ પોલોક દ્વારા લખાયેલું છે, તે એક અદ્વિતીય અને શક્તિશાળી, ચાર ભાગમાં વહેંચાયેલી પ્રમાણિત કરેલી ધ્યાનની પદ્ધતિ આપે છે, જે વાચકોને તરત વાસ્તવિક આધ્યાત્મિક અનુભવ કરવાની પરવાનગી આપે છે, પછી ભલેને વાચકો કોઈ પણ પ્રકારની શ્રદ્ધા ધરાવતા હોય કે ન ધરાવતા હોય.
‘હાર્ટફુલનેસ વે’ ભારતમાં તેના લોકાર્પણ કર્યાના થોડા જ દિવસોમાં સૌથી વધારે વેચાણ ધરાવતું પુસ્તક બની ગયું છે.
આ પુસ્તક એવી વ્યક્તિઓ માટે છે કે જેઓ આ આધુનિક વિશ્વમાં હૃદય આધારિત (હાર્ટફુલ) જીવન જીવવા માગે છે અને જેમની પાસે સમય, સાધનો, પરિપૂર્ણતા અને પ્રેરણાની અછત હોય છે. આ પુસ્તક દરેક પ્રકારની શ્રદ્ધા, માન્યતા અને સભ્યતા ધરાવતી વ્યક્તિઓ માટે છે કે જેઓ ભેદભાવોથી ઉપર ઊઠીને સાચી એકતાનો સંદેશો ફેલાવવા માગતા હોય.
આ સરળ અને ખૂબસૂરત પુસ્તક જીવન માટે હાર્ટફુલનેસ ધ્યાનનાં પ્રાચીન રહસ્યો પ્રગટ કરે છે. કોઈ પણ વ્યક્તિ કે જે તેની જીવનશૈલીમાં ધ્યાનનો સમાવેશ કરવા માગતી હોય, તેણે આ પુસ્તક અચૂક વાંચવું જોઈએ.
આ પુસ્તક બાર્ન્સ એન્ડ નોબલમાંથી અથવા તમારી નજીકના બુકસ્ટોરમાંથી ખરીદી શકાશે.