ભારતમાં સૌથી વધુ ક્રિકેટપ્રેમીઓ ગુજરાતમાં છેઃ સુનીલ ગાવસ્કર 

 

    તાજેતરમાં પીઢ ક્રિકેટર  સુનીલ ગાવસ્કરનું વિધાન વિવાદના વંટોળમાં ફસાયું છે. ગાવસ્કરે એવું વિધાન કર્યું હતું કે, ભારતમાં સૌથી વધુ ક્રિકેટપ્રેમીઓ ગુજરાતમાં છે. તેમણે કહ્યું હતું કે, બંગાળમાં સ્પોર્ટસપ્રેમીઓ વધુ છે. , પણ એમાંના મોટાભાગના લોકો ફુટબોલને પસંદ કરે છે. ઉત્તર ભારતના લોકોમાં હોકી બહુ પસંદ કરવામાં આવે છે. મુંબઈમાં પણ ઘણી રમતો રમાતી રહે છે. આથી રમતો અંગે ચાહકોના ભાગ પડી ગયા છે. ગુજરાતમાં ક્રિકેટ સિવાય કોઈ રમત વધુ રમાતી ના હોવાથી અહીં લોકો માટે ક્રિકેટ જ એમનું સર્વસ્વ છે. એમની એકમાત્ર પ્રિય રમત છે.