ભારતમાં વિધાનસભા- લોકસભાની ચૂંટણી લડવા માટેની વય મર્યાદા 18 વરસની કરવા માટે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ

0
1192

ત્રણ  દાયકા પહેલા સંસદે મતાધિકાર માટેની વય- મર્યાદા ઘટાડીને 21 વરસથી 18 વરસની કરી હતી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે નિશ્ચિત કરવામાં આવેલી ઉમેદવારની વય 25 વરસ છે.  જે કોઈ વ્યકિતએ ચૂંટણી લડવી હોય તેની ઉંમર ઓછામાં ઓછી 25 વરસની હોવી જ જોઈએ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં એવી માગણી કરવામાં આવી છેકે, ઉમેદવારની વય 18 વરસની હોય તેવો નિયમ બનાવો. પિટિશન દાખલ કરનારા પ્રવીણકુમાર  સિંહના સલાહકાર રાહુલ મૌર્યએ જણાવ્યું હતું કે, અગાઉના ચીફ ચૂંટણી કમિશનર

ઓ પી. રાવતે જણાવ્યું હતું કે. ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટેની વય મર્યાદા બાબત ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ.

પોતાની વાતના સમર્થન માટે રાહુલ મૌર્યએ કહ્યું હતું કે, જો વ્યક્તિ ઉમેદવારના ટ્રેક રેકોર્ડ જોઈને પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી શકતી હોય, તો પછી એવી વ્યક્તિ ચૂંટણીમાં ઉમેદવારી કેમ ના કરી શકે? જે 18 વરસની વયની વ્યક્તિ પોતાના વિસ્તારમાં ચૂંટણી લડનારા ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરીને એને મત આપવાની યોગ્યતા- ક્ષમતા ધરાવતી હોય તે વ્યક્તિ ખુદ ઉમેદવાર તરીકેચૂંટણી લડવા માટે લાયક જ ગણાવી જોઈએ. એવી દલીલ અરજદારે કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું હતું કે, આ પ્રકારના વિષયની ચર્ચા કોર્ટમાં નહિ, પરંતુ સંસદમાં થવી જોઈએ. એઓ જ ઉચિત ગણાય.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, અદાલતે આ અગાઉ પણ આ પ્રકારની અરજી નકારી કાઢી હતી.