ભારતમાં વધુ બે સપ્તાહ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યો હવે 17મે સુધી સમસ્ત દેશમાં લોકડાઉન રહેશે. જોકે ગ્રીન, ઓરેન્જ ઝોનને કેટલીક છૂટછાટ આપવામાં આવી…

0
902

 

        તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં લોકડાઉન બે સપ્તાહ વધુ લંબાવવામાં આવ્યું છે. હવે આગામી 17 મે સુધી દેશભરમાં લોકડાઉન રહેશે. દેશના જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણની સ્થિતને અનુલક્ષીને જોન બનાવવામાં આવ્યા છે. રેડ, ઓરેન્જ અને ગ્રીન . વધુ કેસ હોય તે રેડ ઝોન, પરિસ્થિતિ સુધરી હોય તે ગ્રીન ઝોન. દેશમાં 130 જિલ્લા રેડ ઝોનમાં છે, જયારે 284 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 319 જિલ્લાઓ ગ્રીન ઝોનમાં છે. હાલમાં કેન્દ્ર સરકારે કેટલીક છૂટછાટ આપી છે. જો કે રેડ ઝોનમાં કોઈ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. વિમાન- સેવા, રેલવે, બસ- સેવા, મેટ્રોસર્વિસ, સ્કૂલ, કોલેેજ, હોટેલ, રેસ્ટોરન્ટ, સિનેમાધરો, મોલ, જિમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, કોચિંગ કલાસિસ  બધું દરેક ઝોનમાં બંધ જ રહેશે. એમાં કોઈને કશી છૂટ આપવામાં નથી આવી. રાજકીય, સામાજિક, ધાર્મિક , સાંસ્કૃતિક કાર્યક્રમોના આયજન પર પ્રતિબંધ છે. 

     65 વરસની  વધુ ઉંમરના લોકો , 10 વરસતી નાની ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ  તેમજ બીમાર વ્યક્તિઓને બહાર જવા પર પ્રતિબંધ છે.