ભારતમાં રોકાણ કરવાનો સૌથી સારો સમય: પીએમ મોદી

 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ આર્થિક મંચ (ડબલ્યુઇએફ)ના દાવોસ એજન્ડો સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત જેવી મજબૂત લોકશાહીએ સમગ્ર વિશ્વને એક સુંદર ભેટ આપી છે, એક આશાઓનું પુષ્પગુચ્છ આપ્યું છે. અમે ભારતીયોને લોકશાહી પર અતૂટ વિશ્વાસ છે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાના આ સમયમાં અમે જોયું છે કે ભારત ‘વન અર્થ, વન હેલ્થ’ના વિઝન પર ચાલતા, અનેક દેશોને જરૂરી દવો આપી, વેક્સીન આપી, કરોડો જીવન બચાવી રહ્યાં છે. આજે ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટું ફાર્મા પ્રોડ્યુસર્સ છે, ફાર્મેસી ટૂ વર્લ્ડ છે.

પીએમ મોદી ઉપરાંત અનેક રાષ્ટ્રાધ્યક્ષ આ કાર્યક્રમને સંબોધિક કરી ચૂક્યા હતાં જેમાં જાપાની વડાપ્રધાન કિશિદા ફુમિયો, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોર સિન, ઇન્ડોનેશિયાઇ રાષ્ટ્રપતિ જોકો વિડોડો, ઇઝરાયેલના વડાપ્રધાન નતાલી બેનેટ, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુરોપીય સંઘના આયોગના પ્રમુખ ઉર્સુઆ વોન ડેર લેન સામેલ છે.

આ સંબોધનમાં પીએમએ કહ્યુ, આજે ભારત દુનિયામાં રેકોર્ડ સોટવેર એન્જિનિયર મોકલી રહ્યું છે. 50 લાખથી વધુ સોફઅટવેર ડેવલપર્સ ભારતમાં કામ કરી રહ્યાં છે. આજે ભારત દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી વધારે યુનિકોર્ન છે. 10000થી વધારે સ્ટાર્ટ-અપ્સ છેલ્લા છ મહિનામાં રજિસ્ટર થયા છે. વડાપ્રધાને કહ્યું કે આજે ભારત ‘ઇજ ઓફ ડુઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપી રહ્યું છે, સરકારની દરમિયાનગીરી ઓછામાં ઓછી થઇ રહી છે. ભારતે પોતાના કોર્પોરેટ ટેક્સ રેટને સિમ્પલીફાઇ કરી, ઘટાડી, તેને દુનિયામાં સૌથી વધારે સ્પર્ધાત્મક બનાવ્યો છે. ગયા વર્ષે જ અમે 25 હજારથી વધુ કમ્પ્લાયન્સ ઘટાડ્યા છે. વડાપ્રધાન મોદીએ દુનિયાના નેતાઓને કહ્યું કે આ સમય ભારતમાં રોકાણ કરવાનો સૌથી સારો સમય છે. તેમણે કહ્યું કે, ભારતીયોમાં ઇનોવેશન, નવી ટેક્નોલોજીને એડોપ્ટ કરવાની જે ક્ષમતા, એન્ટરપ્રેન્યોરશિપની જે સ્પિરિટ છે તે આપણા દરેક ગ્લોબલ પાર્ટનરને નવી ઉર્જા આપી શકે છે. તેથી ભારતમાં રોકાણ કરવાનો આ સૌથી વધારે સારો સમય છે. પીએમએ કહ્યું, ભારતીય યુવાઓમાં આજે એન્ટપ્રેન્યોરશિપ, એક નવી ઊંચાઇએ છે. 2014માં જ્યાં ભારતમાં અમુક જ સ્ટાર્ટઅપ હતાં ત્યાં આજે તેમની સંખ્યા 60000ને વટાવી ચૂકી છે. તેમાં પમ 80થી વધારે યુનિકોર્ન્સ છે જેમાંથી 40થી વધારે તો 2021માં જ બન્યા છે. તેમણે કહ્યું કે, આત્મનિર્ભરતાના માર્ગે ચાલતા ભારતનું ફોકસ માત્ર પ્રોસેસને સરળ કરવા પર જ નથી, બલ્કે રોકાણ અને ઉત્પાદનને ઇન્સેન્ટીવાઇઝ કરવા પર પણ છે. આ જ અપ્રોચ સાથે આજે 14 સેક્ટરમાં 26 બિલિયન ડોલરની પ્રોડક્શન લિંક્ડ ઇનસેન્ટિવ સ્કીમ લાગુ કરવામાં આવી છે