ભારતમાં ભૂખમરો નથી વધી રહ્નાઃ રાહુલ ગાંધી

 

નવી દિલ્હીઃ ગ્લોબર હંગર ઈન્ડેક્સમાં ભારતના શરમજનક દેખાવ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીઍ મોદી સરકાર પર ફરી પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીઍ ટ્વિટ કરીને કહ્ના હતુ કે, ભૂખ અને કુપોષણમાં ભારત દુનિયાના ૧૨૧ દેશોમાં ૧૦૭માં સ્થાન પર છે. હવે ભારતના પ્રધાનમંત્રી અને તેમના મંત્રીઓ કહેશે કે ભારતમાં ભૂખમરો નથી વધી રહ્ના પણ બીજા દેશોમાં લોકોને ભૂખ જ નથી લાગી રહી.

રાહુલ ગાંધીઍ કહ્ના હતુ કે, આરઍસઍસ અને ભાજપ ક્યાં સુધી લોકોને ઉઠા ભણાવીને દેશને નબળો પાડવાનુ કામ કરશે? રાહુલ ગાંધીઍ નિવેદન આપ્યા બાદ કોંગ્રેસના બીજા નેતાઓઍ પણ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. કોંગ્રેસ પ્રમુખપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેઍ કહ્ના હતુ કે, મોદીજી હવે બીજુ કોઈ બહાનુ બચ્યુ છે? હન્ગર ઈન્ડેક્સમાં ભારત ફરી નીચે ધકેલાયુ છે. જે કારણોસર આ સ્થિતિ સર્જાઈ છે તેને છુપાવવાનો પ્રયાસ સરકાર કરી રહી છે.

જોકે આયરલેન્ડ અને જર્મનીની ઍનજીઓ દ્વારા જાહેર કરાયેલા આ ઈન્ડેક્સને ભારત સરકારે ફગાવી દઈને કહ્ના છે કે, આ રિપોર્ટ જમીની વાસ્તવિકતા કરતા અલગ છે અને કોરોના કાળ દરમિયાન સરકારે કરેલા કામોને જાણી જોઈને આ રિપોર્ટમાં નજર અંદાજ કરીને ભારતની ઈમેજ ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.