ભારતમાં બાળ-વિવાહની પ્રથાનું પ્રમાણ ઘટી રહ્યું છે -યુનિસેફનો રિપોર્ટ

0
1008

 

ભારતમાં બાળ- વિવાહનું પ્રમાણ હવે ઘટતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ લોકોમાં સમજ  અને શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ સામાજિક કુપ્રથાઓનું પ્રમાણ ઓછું થતું જોવા મળી રહ્યું છે. યુનિસેેફના અહેવાલમાં મળતી માહિતી અનુસાર, દાયકા અગાઉ ભારતમાં 18 વરસથી ઓછી ઉંમરની છોકરીઓના લગ્નનું પ્રમાણ  47 ટકા હતું, હવે એ ઘટીને 27 ટકા થયું છે. ભારતના અનેક રાજયોમાં આજે પણ બાળ-વિવાહની પ્રથા ચાલુ છે. બિહાર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં બાળ- વિવાહનું પ્રમાણ 40 ટકાથી વધુ છે. જયારે તામિલનાડુ અને કેરળમાં સ્થિતિ સારી કહી શકાય.

યુનિસેફે પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સમસ્ત દુનિયાભરમાં છેલ્લા દાયકા દરમિયાન આશરે અઢી કરોડ બાળ-વિવાહને થતા  અટકાવી દેવામાં આવ્યા હતા. બાળ- વિવાહના મામલે દક્ષિણ એશિયામાં સૌથી નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.