
વર્તમાન વરસમાં ભારતમાં એક નવીન પ્રકરણનો આરંભ થશે. ભારતમાં નિર્માણ કરવામાં આવેલી સ્વદેશી મિસાઈલો દક્ષિણ -પૂર્વ એશિયાને તેમજ અખાતના મુસ્લીમ દેશોને વેચે એવી શક્યતા છે. આઈએમડીઈએક્સ એસિયા એકઝીબિશન -2019માં બ્રહ્મોસ એરોસ્પેસના ચીફ જનરલ મેનેજર કમાન્ડર એસ. કે. અચ્ચરના જણાવ્યા અનુસાર, અનેક દેશો આપણી મિસાઈલ ખરીદવા તૈયાર છે. માત્ર બન્ને દેશો ( વેચનાર અને ખરીદનાર )વચ્ચે આદાન- પ્રદાન માટે સરકારની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં અનેક તકો ઊભીથઈ રહી છે. કારણ કે અખાતના દેશોની આર્થિક પ્રગતિ ધીમી ગતિએ થઈ રહી છે, વળી આ દેશો જેની સાથે પણ વ્યાપાર કરે તે દેશ તરફથી તેમને વાજબી દરેક વસ્તુ મળવી જોઈએ. વ્યાપાર ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા તેમનજ દક્ષિણ અમેરિકા સારા વિકલ્પની શોધમાં જ છે.