ભારતમાં ફરીથી કોરોનાની બીજી લહેર ?? સાવધાન , કોરોનાના નવા કેસમાં 27 ટકાનો વધારો થયો…

 

   દેશમાં કોરોનાની મહામારી ને ફરી એનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે…ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણના 22,854 કેસ સામે આવ્યા હતા. જેમાં 126 જણના મૃત્યુ થયાં હતા.હાલની સ્થિતિમાં દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,1285,561 સુધી પહોંચ્યો છે. ગુજરાત, મહારાષ્ટ, કેરલ , પંજાબ, કર્ણાટક, તામિલનાડુ – આ  રાજ્યોમાં સંમક્રમણ વધી રહ્યું છે. લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો, સેનેટાઈઝર્સનો ઉપયોગ કરવો વગેરે નિયમોનું ચુસ્તપણે પાલન કરતા નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંક્રમણના સક્રિય કેસની સંખ્યામાં 4,628નો વધારો થયો છે.   મહારાષ્ટ્રના નાગપુર જેવા શહેરમાં લોકડાઉન વધુ સખત બનાવવામાં આવે એવી સંભાવના છે.