ભારતમાં પ્રથમવાર ૨૪ કલાકમાં  ૫૦,૦૦૦થી વધુ કેસ, ૭૭૫નાં મૃત્યુ

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૫૨,૧૨૩ કેસ સામે આવ્યા છે. એટલે કે પ્રથમવાર કોરોના કેસની સંખ્યા એક દિવસમાં ૫૦ હજારને પાર પહોંચી છે. તો આ દરમિયાન વધુ ૭૭૫ લોકોના મૃત્યુ થયા છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં એક દિવસમાં ૫૨,૧૨૩ કેસ સામે આવ્યા છે. તો વધુ ૭૭૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં અત્યાર સુધી ૧૫,૮૭,૭૯૨ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૭૫ મોતની સાખે મૃત્યુઆંક ૩૪,૯૬૮  થઈ ગયો છે. દેશમાં સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૦,૨૦,૫૮૨ છે. તો હાલ એક્ટિવ કેસોની સંખ્યા ૫,૨૮,૨૪૨ છે.