ભારતમાં જાપાની ફિલ્મોનો મહોત્સવ : 27 સપ્ટેમ્બરથી શરૂ  થશે 

0
896

 

    જાપાન ફાઉન્ડેશને પીવીઆરના સહયોગમાં ભારતમાં આગામી 27 સપ્ટેમ્બરથી જાપાની ફિલ્મોનોફેસ્ટિવલ શરૂ થઈ  રહ્યો છે.આશરે છ મહિના સુધી ચાલનારા આ દીર્ધ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ભારતના વિવિધ શહેરોમાં જાપાની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં હાસ્ય, પ્રેમ, રોમાન્સ,સામાજિક જાગૃતિ અને કલા વિષયક ફિલ્મો શામેલ હશે. આ અગાઉ બે વખત ભારતમાં જાપાની ફિલ્મોના મહોત્સવનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેને સફળતા મળી હતી. ભારતીય પ્રેક્ષકોએ જાપાની ફિલ્મ પ્રત્યે રુચિ પ્રગટ કરી હતી.આ જ કારણે આ ત્રીજીવાર જાપાની ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાપાન ફિલ્મ ફાઉન્ડેશનના ડિરેકટર જનરલ કૌરુ મિયામોટોએ જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલમાં એનિમેશન ફિલ્મો પણ રજૂ કરવામાં આવશે. એનિમેશન ફિલ્મ વેધરિંગ વિથ યુ સાથે ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ડાન્સ વિથ મી, લૂ વિથ વોલ, શોપ લિફટર્સ, યોર નેમ ચિલ્ડ્રન ઓફ સી, કિંગડમ જેવી અનેક લોકપ્રિય ફિલ્મો પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મો દ્વારા ભારતીય પ્રેક્ષક સમુદાયને જાપાનની સંસ્કૃતિ, કલા અને જીવન- શૈલીનો પરિચય પણ મળશે.