ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ

 

નવી દિલ્હીઃ ચીન, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા સહિતના કેટલાક દેશોમાં કોરોનાઍ ફરી ઍકવાર હાહાકાર મચાવી રાખ્યો છે. જોકે નિષ્ણાતો અત્યાર સુધી તો ઍવું જ કહી રહ્નાં છે કે ભારતીય લોકોઍ તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી અનિવાર્ય છે. જોકે હવે કેન્દ્ર સરકારે જ ઍવી ચેતવણી આપી છે જેને લઇને દેશવાસીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્નાં છે કે જાન્યુઆરીના મધ્યમાં ભારતમાં કોરોનાના કેસો વધી શકે છે. પાછળના ટ્રેન્ડ્સનું વિશ્લેષણ કર્યા બાદ માનવામાં આવી રહ્નાં છે કે આગામી ૪૦ દિવસ દેશ માટે મુશ્કેલ હશે. સૂત્રોઍ કહ્નાં હતું કે, કેટલાક દેશોમાં કોરોનાના કેસો વધી રહ્નાં છે. દેશમાં કોરોનાની વધુ ઍક ઍટલે કે ચોથી લહેર આવી શકે છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. બીજી તરફ ચેન્નઇ ઍરપોર્ટ પર દુબઇના બે મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ બન્ને તમિલનાડુના પુદુક્કોટ્ટઇના અલંગુડી જિલ્લાના રહેવાસી છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિગ માટે મોકલી દેવાયા છે. આ સાથે જ છેલ્લા ૩ દિવસમાં ૩૯ આંતરરાષ્ટ્રીય મુસાફરો પોઝિટિવ મળી આવ્યા છે જેમાં ચીનથી શ્રીલંકા થઇ તમિલનાડુ આવેલી ઍક મહિલા અને તેની ૬ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. ૨૪ ડિસેમ્બરથી ૨૬ ડિસેમ્બર સુધી ૪૯૮ ફ્લાઇટ્સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ૧૭૮૦ સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી ૩૯ પોઝિટિવ મળી આવ્યા છે.