ભારતમાં જાતિવાદ વધશે, યોગી બનશે મોદીના ઉત્તરાધિકારીઃ પાકિસ્તાન 

 

પાકિસ્તાનઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં વિપક્ષના લોકોના ચહેરાઓ પર નિરાશા સ્પષ્ટ જોવા મળી અને આ દેખીતુ પણ છે. જોકે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ પરિણામોની અસર થઈ છે. ચૂંટણી પરિણામોના રૂઝાનમાં યુપીમાં યોગી આદિત્યનાથ ફરી સત્તા પર આવતા પાકિસ્તાનથી પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી. પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક મોશરફ ઝેદીએ કહ્યું કે, યુપીમાં યોગી આદિત્યનાથ પરત આવી રહ્યાં છે તેથી હવે એ વાત નક્કી છે કે ભારતની દિશા હવે બદલવાની નથી. ભારત હવે તેનો હિન્દુત્વવાદી રસ્તો બદલવાનું નથી. આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થશે. ઘણાં લોકો પહેલેથી ચેતવણી આપી રહ્યાં છે કે પાકિસ્તાને ૨૦૧૯ પછીના ભારતની સરખામણીએ વધુ સાહસથી ભારત સામે લડવા તૈયાર રહેવું જોઇએ. વકાસ અહમદ નામના એક યુઝરે લખ્યું કે વધુ એક સમસ્યા છે. જો જાતિવાદ વધશે તો તે દક્ષિણ એશિયાના બાકીના હિસ્સાઓમાં ફેલાશે.