ભારતમાં કોરોના સામે પ્રતિકારના અસરકારક પગલાં : લોકડાઉનની અવધિ 3 મે સુધી વધારવામાં આવી .. 

0
920

           

 

ભારતમાં કોરોનાથી સંક્રમિત દરદીઓની સંખે્યામાં વધારો થઈ રહ્યો છે. આમ છતાં હજી રોગ હજી બેકાબૂ બની જાય એટલી હદે વકર્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાખવેલી અગમચેતી , સમયસર લીધેલાં પગલાં , પ્રત્યેક રાજ્યોના મુખ્યપ્રધાનો સહિત, જિલ્લા , તાલુકા કક્ષાએ સંવાદ અને પરસ્પર સંપર્ક ધરાવતુ તંત્ર ગોઠવ્યા બાદ , આરોગ્ય અને અનિવાર્ય તબીબી સુવિધા તેમજ  દવાઓ સહિતની વ્યવસ્થાનું સુચારું સંચાલન તેમજ વ્યક્તિગત દેખરેખને લીધે વધુ પડતી જાનહાનિ થતી અટકી છે. ભારતની તુલનાએ અમેરિકા, ઈટાલી, ફ્રાંન્સ અને જર્મની સહિતા યુરોપમાં તેમજ સ્પેન અને કેનેડામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સમગ્ર વિશ્વના દેશોમાં ફેલાયેલા આ મહારોગે માનવજાતિના અસ્તિત્વને હચમચાવી મૂક્યું છે. ભારત અને અમેરિકામાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો- ડોકટરો, નર્સો , દવાના ઉત્પાદકો તેમજ સમગ્ર તંત્રનું યોગ્ય રીતે સંચાલન થાય તેની દેખરેખ રાખતા આગોગ્યના અધિકારીઓ તેમજ સરકારી તંત્ર સતત કાર્યશીલ બનતું રહ્યું છે. ભારતમાં અસહાય અને જરૂરતમંદ  લોકોને મદદ કરવા માટે અનેક સામાજિક સંસ્થાઓ અને સંપન્ન લોકો ઉદારતાથી સહાય કરી રહ્યા છે. લોકોને અનાજ- કરિયાણું, ભોજન- તબીબી સહાય- – જેનાથી જે શક્ય હોય તે કરીને લોકો આ સંકટની પરિસ્થિતમાં એકમેકને મદદ કરવા આગળ આવી રહ્યા છે. ઉદ્યોગ પતિઓ, બોલીવુડના અભિનેતા, અભિનેત્રીઓ , સામાજિક નેતાઓ અને સામાન્ય સમુદાયના લોકો – કોરોનામાં જન- સમાજની સહાયતા માટે યથાશકિત મદદ કરી રહ્યા છે. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, કોલકાતા – જેવા મેગા સિટીમાં સમસ્યાઓ નાના નગર કે ગામોની તુલનાએ વધુ છે. કેટલાક સમુદાયના લોકો કોરોનાની તપાસના કાર્યમાં તબીબી -સહાયકતંત્રને સાથ આપવાને બદલે ડોકટરો તેમજ નર્સ પર પથ્થરમારો કરી હુમલો કરી રહ્યા હોવાની ઘટનાઓ પણ બની છે. આમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કડક વ્યવસ્થા અને તંત્રની ચાંપતી નજરને લીધે ભારતમાં મહદઅંશે પરિસ્થિતિ અરાજકતાભરી નથી.