ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખનો અંક પાર કરી ગઈ છે..

 

   ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીને લીધે કોરોનાને પરાજિત કરવા લેવામાં આવેલા પગલાની આખું વિશ્વ મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યું છે. 25 માર્ચથી  લાગુ લોકડાઉનને લીધે કોરોનાને કાબૂમાં રાખવાના શકયત તમાંમ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં હજી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. બે લાખ સંક્રમિત દર્દીઓ ધરાવતો ભારત દુનિયાનો સાતમો દેશ છે. ભારતની વસ્તી વધુ હોવા છતાં વિશ્વના બીજા દેશોની સરખામણીએ ભારતમાં સંક્રમણ ઓછું છે. સંક્રમણની ઝડપ પણ ઘટી છે. અમેરિકામાં 72 દિવસમાં બે લાખ લોકો કોરોનાથી સંક્રમણ પામ્યા હતા. જયારે ભારતમાં આ આંકડો પાર થતાં 125 દિવસ થયા હતા. ભારતમાં 6 મેસુધી કોરોનાના 50,000 કેસ હતા પરંતુ પછીથી ઝડપ વધી ગઈ હતી. માત્ર 12 દિવસમાં નવા 50,000 કેસ સામેઆવ્યા હતા. હવે હાલની સ્થિતિ જોતાં દરેક- 7-8 દિવસે નવા 50,000 કેસ આવ્યા છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિત લોકોમાંથી 33 ટકા લોકો સાજા થયા, રશિયામાં 42 ટકા, ભારતમાં 48 ટકા, ઈટાલીમાં 14 ટકા , બ્રાઝિલમાં 40 ટકા, યુકેમાં 14ટકા કોરોનાથી મુકત થઈને સાજા થયાના અહેવાલ છે.