કોરોના મહામારીએ અનેક પરિવારોને બેહાલ ને બેધર કરી દીધા છે. અનેક માતા- પિતાએ તેમના સંતાનો ગુમાવ્યા છે, તો હજારો બાળકોએ તેમના મા-બાપ ગુમાવ્યા છે. સમગ્ર વિશ્વનું માનવૃજીવન છિન્નૃ વિછિન્ન થઈ ગયું છે. ભયના ઓથાર નીચે લોકો જીવી રહયો છે. વેકસીન ઉપલબ્ધ થયા બાદ પણ કોરોનાનો પ્રકોપ હજી સદંતર શાંત થયો નથી. હજી ભારતમાં પણ કરોડો લોકો વેકસીન મેળવી શક્યા નથી. બીજી લહેરના કોરોનાએ બ્લેક ફંગસનો ભય ઊભો કર્યો છે. , તો વિજ્ઞાનીઓ હજી વધુ એક લહેર આવવાની સંભાવના ચકાસી રહ્યા છે. સર્વત્ર પરિસ્થિતિ ડામાડોળ છે. જીવનની ગતિવિધિને જાણે લકવાની અસર થઈ હોય એમ માનવ જીવન ધ્રૂજતા ને ખોડંગાતા પગલે ચાલી રહ્યું છે. આવા માહોલમાં તાજેતરમાં ભારત સરકાર તરફથી રચવામાં આવેલી પેનલ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, કોરોનાની વેકસિનને કારણે એક 68 વર્ષના વૃધ્ધનું મૃત્યુ થયું હતું. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વૃધ્ધને 8 માર્ચના વેકસિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમને એનાફિલઇકસીસ જેવી સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી. ત્યાર બાદ એ વૃધ્ધનું મૃત્યુ થયું હતું. આ એક પ્રકારનું એલર્જિક રિએકશન હતું.
વેકસિન લગાવ્યા બાદ કોઈ ગંભીર બીમારી અથવા મૃત્યુ થાય તેને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન ( AEFI) કહેવામાં આવે છે. આ રિએકશન થયા બાદ વ્યક્તિના આખા શરીરમાં અત્યંત ઝડપથી દાણા દેખાવા માંડે છે. AEFI માટે સરકારે એક કમિટી બનાવી છે. આ કમિટીએ વેકસીન લગાવ્યા પછી થયેલા 31 વ્યક્તિઓના મોતના એસેસમેન્ટ પછી પહેલું મોત વેકસીનને કારણે થયું હોવાની વાતને સમર્થન ( કન્ફર્મ) આપ્યું હતું.
પ્રાપ્ત અધિકૃત માહિતી અનુસાર, AEFI કમિટીના ચેરમેન ડો. એન કે. અરોરાની અધ્યક્ષતા હેઠળ તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું કે્, વધુ બે વ્યક્તિઓને વેકસીન લીધા પછી એનાફિલેકિસસની સમસ્યા જોવા મળી હતી. તેમની ઉંમર 20 વર્ષની આસપાસની હતી. જોકે હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી બન્ને વ્યકતિઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. આ (ઉપરોક્ત) બે વ્યક્તિઓને 16 જાન્યુઆરી અને 19 જાન્યુઆરીએ અલગ અલગ વેકસીન આપવામાં આવી હતી. ડો. અરોરાએ આ વિષે વધુ કંઈ પણ કહેવાની ના પાડી હતી. જોકે તેમમે એવું ચોક્કસ કહ્યું હતું કે, હજારોમાં એકાદ વ્યક્તિને એલર્જીનું રિએકશન થાય છે. જો વેકસીન આપ્યા પછી એનાફિલેકિસસના લક્ષણ દેખાય તો એવી વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવાની જરૂર હોય છે.