ભારતમાં કોરોના વાયરસનો પ્રસાર : લોકડાઉનનો 3જો તબક્કો શરૂ થયો …

0
536

 

    ભારતમાં કોરોનાના સંક્રમણના કેસ વધતા જાય છે. આજથી કોરોનાને મિટાવવાના પ્રયાસો કરી રહેલા સમગ્ર દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો પ મેથી શરૂ થઈ ગયો છે.પરંતુ નિરાશાજનક વાત એ છેકે, લોકડાઉન હોવા છતાં દેશના વિવિધ રાજયોમાં સંક્રમણના કેસ વધતા જાય છે. કોલકતાનાએક તબીબી સંસ્થાના સર્વેક્ષણ અનુસાર, દેશમાં કોરોનાના પ્રસારનો ભયાનક તબક્કો હજી આવી રહ્યો છે. આગામી સમય ભારત માટે અતિશય કટોકટી ભરેલો છે. કદાચ દેશના કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટની પ્રક્રિયા વ્યવસ્થિત નથી, યા તો ટેસ્ટની ગતિ અતિ ધીમી છે. કારણ કે હવે કેસમાં દિન- પ્રતિદિન વધારે થતો  રહેવાના સમાચારો પ્રકાશિત થતા રહે છે. સર્વેક્ષણ માં જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોનાની વ્યાપકતાનો સમય હવે નજીક આવી રહ્યો છે. આગામી જૂન મહિના સુધીમાં દેશમાં કોરોના વ્યાપકસ્તરે પહોંચશે. જૂન મહિનાના અંત સુધીમાં સમગ્ર ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા લગભગ દોઢ લાખ સુધી પહોંચશે. પરંતુ જો દરેક રાજ્યોમાં લોકો સોશ્યલ ડિસ્ટસિંગનું પાલન કરશે તો સંખ્યા થોડીક ઓછી રહેશે. 

   ભારતમાં 25 માર્ચના દિવસથી લોકડાઉનનો આરંભ થયો હતો ત્યારે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 657 જેટલી જ હતી. પરંતુ હવે ધીરૈે ધીરે સંક્રમિત  વધવા  લાગ્યા છે. તાજેતરમાં માત્ર 24 કલાક દરમિયાન કોરોનાના 39,00 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં મૃત્યુનો આંક 1,568 થયોછે. માત્ર મે મહિનાના 4 દિવસોમાં જ નવા 10, 000 કેસ પ્રકાશિત થયા છે. જેમ જેમ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ઝડપી બની રહી છે તેમ તેમ કોરોનાનો ચેપ લાગ્યાના કેસમાં ઉમેરો થતો જાયછે૤ હાલમાં ભારતના કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 46, 000થી વધુ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર રાજય સરકારોને તાકીદ કરી રહી છે કે કોરોના અંગેની સંપૂર્ણ અને સાચી હકીકત છુપાવવામાં આવવી ન જોઈએ. . તમામ સાચી  વિગતો કેન્દ્ર સરકાર સુધી પહોંચવી જોઈએ.