ભારતમાં કોરોના વાઇરસની એન્ટ્રીઃ કેરળનો વિદ્યાર્થી ભોગ બન્યો

 

નવી દિલ્હીઃ ચીન સહિત આખી દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. કેરળમાં કોરોના વાઇરસનો ભોગ બનેલી પહેલી વ્યક્તિનો કેસ સામે આવ્યો છે. આ વાઇરસ જ્યાંથી ફેલાયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં વુહાન યુનિવર્સિટીમાં ભણવા ગયેલા કેરળના વિદ્યાર્થીમાં કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવતાં ડોક્ટરો ચોંકી ઊઠ્યા છે. હાલમાં ડોક્ટરો તેના પર નજર રાખી રહ્યા છે. આ પહેલાં ભારતનાં બીજાં શહેરોમાં પણ આ વાઇરસનો ભોગ બનેલા લોકોના શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જોકે આમાંથી કોઈપણ વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો નહોતો, જ્યારે કેરળના આ વિદ્યાર્થીનો ટેસ્ટ પોઝિટિવ આવતાં ત્યાં ગભરાટ ફેલાયો છે.