ભારતમાં કોરોના પ્રતિબંધક રસી આગામી માર્ચ મહિના સુધીમાં લૉન્ચ થઈ જશે. 

 

   સત્તાવાર ,સમાચાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, આગામી માર્ચ મહિના સુધીમાં ભારતમાં ઓછામાં ઓછી કોરોનાની વેકસીન લોન્ચ થઈ જશે. કોરોનાની મહામારીની વેકસીન માટે સમગ્ર જગતના વિજ્ઞાનીઓ રાત- દિવસ યુધ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. હાલમાં કેટલીક વેકસીન ટ્રાયલના ત્રીજા તબક્કા સુધી પહોંચી ગઈ છે. સરકારે પણએના વિતરણની વ્યવસ્થા માટે તૈયારી શરૂ કરી દીધી છે. સરકારને પણ 2021ના વર્ષના આરંભમાં વેકસીન ઉપલબ્ધ થઈ શકશે એવી આશા છે. ભારત સરકારને આશા છેકે માર્ચ સુધીમાં વેકસીનની ફાયનલ ટ્રાયલ પણ પૂરી થઈ ચૂકી હશે. કેન્દ્રના સ્વાસ્થ્યમંત્રીના  જણાવ્યા અનુસાર,જુલાઈ 2021ના સમયગાળા સુધીમાં 40 થી 50 કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના બનાવી દીધી છે. ગત સપ્તાહમાં સરકારે વેકસીન બનાવતી ત્રણ મોટી કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શિરમ ઈન્સ્ટીટયૂટ ભારતમાં વેકસીન લાવી રહી છે. જેની કિંમત રૂપિયા 1,000ની આસપાસ હશે. જયારે ભારત બાયોટેક પણ એક વેકસીન બનાવી રહી છે, જેની કિંમત લગભગ 100 રૂપિયાથી પણ ઓછી હોઈ શકે છે. ઝાયડસ કેડિલા પણ વેકસીન બનાવી રહી છે. એ વેકસીન પણ આશરે એકાદ હજાર રૂપિયાની કિંમતની જ હશે. શરૂઆતમાં ડોકટરો, નર્સ, હેલ્થ કેર વગેરેને  આ વેકસીન  આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here