ભારતમાં કોરોનાનો પ્રસાર વધતો જાય છે… 

    અત્યાર સુધીમાં એક દિવસના સમયગાળામાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશભરમાં કોરોનાના કુલ 3, 67. 264 કેસ નોંધાયા છે. જેમાં 1, 60, 519 એકટિવ કેસ છે. અત્યારસુધીમાં કુલ 1, 94, 438 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા વધતી રહી છે. મહારાષ્ટ્રમાં નવા  3, 307 કેસ, તામિલનાડુમાં નવા 2171 કેસ, અને દિલ્હીમાં 2414 કેસ , ગુજરાતમાં નવા 520 કેસ અને ઉત્તરપ્રદેશમાં નવા 583 કેસ નોંધવામાં આવ્યા હોવાની આધારભૂત માહિતી પ્રાપ્ત થઈ હતી.