ભારતમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે.. 

 

                     ભારતમાં 25 માર્ચથી લોકડાઉન હોવા છતાં કોરોનાના સંક્રમણના કેસ દિન- પ્રતિદિન વધતા જાય છે. ભારતનું વહીવટીતંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શક્ય હોય તે તમામ પગલાં લઈ રહ્યું છે, છતાં પરિસ્થિતિ વિકટ બની રહી છે. વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ કોરોનાની મહામારી સામે જંગ ખેલી રહ્યો છે. 

       24 કલાકમાં દેશમાં નવા 3,725 કેસ વધ્યા છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 78,055 થઈ છે. 26,400 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 1400થી વધુ નવા કેસ થયા છે. ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુું છે. દેશના જુદા જુદા રાજ્યોમાં કામ કરતા મજૂરો પોતાના વતનમાં પાછા ફરી વરહ્યા છે. તેમને માટે સ્પેશ્યલ ટ્રોનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમનું મેડિકલ ચેકઅપ પણ કરાઈ રહ્યું છે. જે જેે જિલ્લાઓમાં કોરોનાના  નવા સંક્રમણો થયા નથી તેવા ગ્રીન ઝોનના વિસ્તારોમાં લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને કેટલીક છૂટછાટ આપવામાાં આવી રહી છે. આમ છતાં હજી પરિસ્થિતિ પૂરી ભયમુક્ત નથી. 17મી મેસુધીનું લોકડાઉન પત્યા બાદ નવું આયોજન શું હશે તે અંગેની ગાઈડલાઈન તૈયાર કરાઈ  રહી છે. ભારતમાંથી લોકડાઉન સંપૂર્ણપણે હટાવવામાં આવે એવી સંભાવના નથી. દેશનું અર્થતંત્ર સંકટનો સામનો કરી રહ્યું છે.