ગત સોમવારે ભારતમાં કોરોનાના સંક્રમણના 68,020 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,20,00,000 ને પાર કરી ગયો છે. દેશના 10 રાજ્યોમાં કોરોનાના કેસ વધવા માંડયા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ કેસ વધી જતાં હાલાત ચિંતાજનક બનાવ્યા છે મુંબઈમાં 24 કલાકમાં નોધાતા કેસનો આંક઼ડો 850થી 2100 પર પહોચી ગયો છે. કોરોનાનું સંક્રમણ વધી જઈને પરિસ્થિતિ વધુ ભયજનક ના બને તે માટે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિતના કેટલાક રાજ્યો પોતાના રાજ્યના અનેક વિસ્તારોમાં પુન લોકડાઉન કરવાની બાબત અંગે ગંભીરતાથી વિચારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.