ભારતમાં  કોરોનાના કેસ  સતત વધતા જાય છે, 24 કલાકમાં નવા 7 હજાર કેસ, દેશમાં મત્યુ આંક 4 બજારને પાર કરી ગયો —

 

 ભારતના કેટલાક રાજ્યોના મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, એ વાત ચિંતાજનક છે. એવો ભય છે કે શું ભારત કોરોનાના બીજા તબક્કામાં પ્રવેશી રહયું છે? કૉમ્યુનિટી  ટ્રન્સમિશન તો નથી શરૂ થયું ને?! હવે કોરોનાની સંક્રમણ રફતાર જાણવા માટે ભારતના 10 શહેરોમાં એ અંગે સર્વેક્ષણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૌથી વધુ કેસ ધરાવતા શહેરો માં – મુંભઈ, દિલ્હી, પુણે, અમદાવાદ, થાણે, ઈન્દોર, જયપુર, ચેન્નઈ, સુરત વગેરેમાં માં આપ્રકારનો સર્વે કરવામાં આવશેએવી માહિતી સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળી હતી. દસ શહેરો  તેમજ 21 રાજયોના 60 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સર્વે કરાશે. સર્વે ની પ્રક્રિયામાં સ્ટડી ટીમ રેન્ડમ ઘરોમાં પરિવારના સભ્યોે મળશે. સર્વેના ઉદ્ેશ અને પધ્ધતિ વિષે તેમને માહિતગાર કરવામાં આવશે. કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ટ્રેન્ડને શોધવાના ઉદે્શથી લોકોના લોહીનું પરીક્ષણ કરવામાં આવશે. ઘરમાં રહેતા પરિવારમાંથી કોઈ એક સભ્યના લોહીનું પરીક્ષણ- તપાસ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ, ICMR, NCDC , WHOની મદદથી આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. સર્વે કરાયા બાદ એના પરિણામોની સમીક્ષા કરીને વહીવટીતંત્ર આગળની ( ભવિષ્યની ) વ્યૂહરચના નક્કી કરશે