ભારતમાં આવતીકાલે- 1લી એપ્રિલથી નવા કરવેરા લાગુ કરવામાં આવશેઃ

    

ભારતમાં આવતીકાલે- 1લી એપ્રિલથી નવા કરવેરા લાગુ કરવામાં આવશેઃ ચીજ- વસ્તુઓના ભાવ વધશે, ઘરમાં હવે અનિવાર્ય વપરાશની ચીજો તરીકે ગણાતા ફ્રીજ, એરકન્ડીશન, ટીવી – વગેરે પર ભાવ- વધારો ઝીંકાતા એ મોંઘા બનશે…બાઈક, કાર, હવાઈ મુસાફરી, હાઈવે પરનો ટોલ ટેકસ, મોબાઈલ વગેરેના ભાવ વધી રહ્યા છે, જે જે ચીજ- વસ્તુઓના ભાવ- કિંમત વધી રહ્યા છે તેનું લિસ્ટ તો બહુ મોટું છે. પેટ્રોલ, ગેસ અને ડિઝલના ભાવ- વધારાથી ત્રાસેલી જનતા આ બેવડો માર શી રીતે સહન કરશે??

           1લી આપ્રિલથી નવા નાઁણાકીય વર્ષનો આરંભ થઈ રહ્યો છે…નવો ભાવવધારો વાજતે- ગાજતે આવી રહ્યો છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંધી થઈ જશે. ગરીબ અને મધ્યમવર્ગની પ્રજા મોંઘવારીથી ત્રાસી ગઈ છે. 1લી એપ્રિલથી ટોલ પ્લાઝા પરથી પસાર થનારા દરેક વાહને ટોલ ટેકસ ચુકવવો પડશે. ટીવી મોંધા થશે, ટીવીના ભાવ બે હજારથી 3 હજાર રુપિયા સુધી વધી જશે. ચીનથી આયાત થતા માલ અને વસ્તુઓ પર પ્રતિબંધ લાદવામાં આવતાં ટીવી મોંઘા થયા છે. 1 એપ્રિલથી મોબાઈલ પણ મોંઘા થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઈલેકટ્રોનિક્સ આયાત પર મૂકેલા પ્રતિબંધોને કારણે તેમજ ઈલેકટ્રોનિકસ પર આયાત – ડયુટી વધારવાનું પણ એલાન  કર્યું હતું. જેમાં મોબાઈલ પાર્ટસ, મોબાઈલ ચાર્જર, એડોપ્ટર, બેટરી, હેડફોન વગેરે શામેલ છે. હવેથી ડોમેસ્ટિક ફલાઈટના ભાડામાં 5 ટકા જેટલે વધારો થશે.. મારુતિ સુઝુકી સહિત તમામ ઓટો  કંપનીઓએ  એપ્રિલથી કાર અને બાઈકની કિંમતમાં વધારો કરવાનું એલાન કર્યું છે. હીરોએ પણ ટુવ્હીલરના ભાવમાં વધારો થવાનું જાહેર કર્યું હતું. આ કાળઝાળ ગરમીમાં એરકન્ડીશન કે ફ્રીજ વસાવવાનો મનસૂબો કરનારા લોકોએ કાંતો વધુ ભાવ ચુકવાની તૈયારી રાખવી પડશે, યાતો પોતાનો ઈરોદો બદલવો પડશે.

   આશ્ચર્યની વાત તો એ લાગે છે કે, આજની પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકારના નેતાઓ  અને બજેટના ઘડનારાઓને એ વાત નથી સમજાતી કે ફ્રીઝ, એરકન્ડીશન કે ટીવી એ આજે જીવનની અનિવાર્ય જરૂરિયાત બની ગયાં છે. એ લકઝરી હરગિઝ નથી. માની લો કે, એ લકઝરી ગણાતી હોય તો પણ શું મધ્યમવર્ગના લોકોને નિમ્ન વર્ગના લોકોને એ ભોગવવાનો અધિકાર નથી  ?? 

     સૌથી આંચકારૂપ વાત તો છે, દૂધના ભાવમાં વધારો. સંભાવના છે કે દૂધના ભાવમાં વધારો કરવામાં આવે. જેને કારણે દૂધમાંથી બનતી બનાવટોઃ ઘી, પનીર અને દહીં સુધ્ધાં મોંઘા થશે…કોરોનાની મહામારીઓ હજારોના જીવન છિનવી લીધાં છે. હજારો લોકોનો રોજગાર છિનવાઈ ગયો છે. અનેક લોકો બેકાર છે. એક ટંકના ખાવાના લોકોને સાંસા પડી રહ્યા છે. જીવનને ટકાવી રાખવુ, બાળકો સાથે પોતાના પરિવારનું ભરણપોષણ કરવું એ વિકટ સમસ્યા બની છે. આવી સ્થિતિમાં આ પ્રકારનો ભાવ વધારો પ્રજા કેવી રીતે સહન કરશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here