ભારતમાં ‘આફ્રિકી સ્વાઇન ફ્લૂ’નો પહેલો કેસ સામે આવ્યો, ૨૫૦૦ ભૂંડના મોત

 

ગુવાહાટીઃ અસમ સરકારે રવિવારે કહ્યું કે રાજ્યમાં આફ્રિકી સ્વાઇન ફ્લૂનો પહેલો કેસ સામે આવ્યો છે અને તેનાથી ૩૦૬ ગામમાં ૨૫૦૦થી વધુ ભૂંડ મૃત્યુ પામ્યા છે. અસમના પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી અતુલ બોરાએ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્ર પાસેથી મંજૂરી લીધા બાદ પણ તાત્કાલિક ભૂંડને મારવાના બદલે આ ઘાતક સંક્રમણ બિમારીને ફેલાતા રોકવા માટે કોઇ અન્ય રસ્તા અપનાવશે. બોરાએ કહ્યું કે ‘રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા (એનઆઇએચએસડી) ભોપાલે પુષ્ટિ કરી છે કે આ આફ્રિકી સ્વાઇન ફ્લૂ (એએસએફ) છે. કેન્દ્ર સરકારે અમને જણાવ્યું કે આ દેશમાં આ બિમારીનો પહેલો કેસ છે. તેમણે આગળ જણાવ્યું કે આ બિમારીને ઘ્બ્સ્ત્ઝ઼-૧૯ સાથે લેવા-દેવા નથી. વિભાગ દ્વારા ૨૦૧૯ની ગણના અનુસાર ભૂંડની સંખ્યા લગભગ ૨૧ લાખ હતી પરંતુ હવે વધીને લગભગ ૩૦ લાખ થઇ ગઇ છે