‘ભારત’માંથી પ્રિયંકા ચોપરા આઉટ, કેટરીના કૈફ ઇન

બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના બોયફ્રેન્ડ નીક જોન્સ સાથે લગ્ન કરવા માટે સલમાન ખાન સ્ટારર ભારત ફિલ્મમાંથી નીકળી ગઈ છે. આ રીતે એકાએક પ્રિયંકા ચોપરા ફિલ્મમાંથી આઉટ થઈ જતાં ફિલ્મના એક પ્રોડ્યુસર રીલ લાઇફ પ્રોડક્શન્સના સીઈઓ નિખિલ નમિત નારાજ છે. તેમણે કહ્યું કે આટલી શોર્ટ નોટિસ પર ફિલ્મ છોડવાના પ્રિયંકાના નિર્ણયથી તે નારાજ છે. પ્રિયંકાએ બે દિવસ અગાઉ જ અમને માહિતી આપી કે તેના એન્જેગમેન્ટ થયા હોવાના કારણે આ ફિલ્મ છોડવી પડશે. પ્રિયંકા અનપ્રોફેશનલ છે. પ્રિયંકા ચોપરા છેલ્લી ઘડીએ ફિલ્મમાંથી નીકળી જવાના કારણે સલમાન ખાન પણ નારાજ છે. અહેવાલો મુજબ સલમાન ફરી ક્યારેય પ્રિયંકા સાથે કામ નહિ કરે તેમ લાગે છે. પ્રિયંકા ચોપરા ભારતમાંથી નીકળી ગયા પછી તેના સ્થાને કોને લેવામાં આવશે તે અંગે ચાલતી અટકળોનો અંત આવ્યો છે. એક અહેવાલ મુજબ પ્રિયંકાના સ્થાને કેટરીના કૈફને લેવામાં આવી છે અને કેટરીના સપ્ટેમ્બરથી શૂટિંગની શરૂઆત કરશે. ડિરેક્ટર અબ્બાસ અલી ઝફર કહે છે કે હું કેટરીના અને સલમાન સાથે ફરીથી કામ કરવા માટે ખૂબ જ આતુર છું.