ભારતને મળી રાફેલની બીજી ખેપઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

 

નવી દિલ્હીઃ લડાકુ વિમાન રાફેલની બીજી ખેપ બુધવારે મોડી સાંજે ફ્રાંસથી ભારત પહોંચી ચૂકી છે. જેમાં ત્રણ વિમાનો સામેલ છે. આ વિમાન પણ અગાઉના શિપમેન્ટની મધ્યમાં ઉતર્યું ન હતું. ત્રણેય રાફેલ વિમાન ફ્રાન્સથી ઉડાન ભરીને ગુજરાતનાં જામનગર પહોંચ્યું હતું. ભારતે ફ્રાંસ પાસેથી ૩૬ લડાકૂ વિમાનની ખરીદી કરી હતી અને ચાર વર્ષ બાદ ૨૯ જુલાઈ ૨૦૨૦એ અંબાલા વાયુસેના સ્ટેશન પર પાંચ રાફેલ જેટની પ્રથમ ખેપ ભારતનાં અંબાલાસ્થિત પહોંચી હતી. આ વિમાનોને ૧૦ સપ્ટેમ્બરના રોજ એરફોર્સમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા હતા. બીજી બેચમાં ફ્રાન્સથી ત્રણેય રાફેલ વિમાન ગુજરાતના જામનગર એરબેઝ પર પહોંચ્યા છે. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે નોન સ્ટોપ ઉડાન બાદ રાફેલ વિમાનનો બીજી બેચ ફાન્સ પાસેથી ભારતને ૦૪ નવેમ્બર ૨૦નાં રોજ રાત્રે ૮.૧૪ કલાકે ભારત પહોંચી ગઈ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાફેલના ભારત આવવા પર કહ્યું કે, ભારતીય વાયુસેનાના સભ્યો આ માટે અભિનંદનને પાત્ર છે. તેમણે વ્યાવસાયિક અને સલામત રીતે ખૂબ જ જટિલ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આવતા વર્ષે એપ્રિલ સુધીમાં ભારતને ફ્રાન્સથી કુલ ૨૧ રાફેલ લડાકુ વિમાનો મળશે. 

૨૧ રાફેલ વિમાનની ડિલિવરી સાથે, ભારતીય વાયુસેનાના ફાયરપાવરમાં અભૂતપૂર્વ વધારો થશે. હવાઈ દળની લડાઇ ક્ષમતામાં વધારો કરવા માટે ભારતે તાત્કાલિક ખરીદી રૂપે સપ્ટેમ્બર ૨૦૧૬માં ફ્રાન્સ સાથે ૫૯,૦૦૦ કરોડમાં ૩૬ રાફેલ જેટનો સોદો કર્યો હતો. ૩૬ રાફેલ જેટમાંથી ૩૦ ફાઇટર પ્લેન છે અને છ ટ્રેનર છે. એરફોર્સના ચીફ આર.કે.એસ. ભદોરિયાએ ગયા મહિને કહ્યું હતું કે સોદાના ભાગ રૂપે ભારત આવતા તમામ રાફેલ ૨૦૨૩ સુધીમાં એરફોર્સમાં જોડાશે.

રાફેલને વિશ્વનું સૌથી ઝડપી ફાઈટર જેટ માનવામાં આવે છે અને તે ૪.૫ પીઢીનાં વિમાનનાં રૂપમાં જોવાય છે જેને ઓમનીરોલ પણ કહેવામાં આવે છે. ભારતે ૨૦૧૬માં ફ્રાંસને ૩૬ લડાકૂ વિમાન રાફેલનાં ઓર્ડર કર્યા હતા. આ સંખ્યા આમ તો વાયુ સેના માટે ઓછી છે. આપને જણાવી દઈએ કે ભારતીય વાયુ સેના પાસે લડાકુ વિમાનનાં અછતનાં કારણે આ કરાર મહત્ત્વનો હતો. ભારત પાસે હાલ મિગ-૨૧ વિમાનો છે જે ૪૦ વર્ષ જૂનાં છે. ભારત પાસે જેગુઆર વિમાન પણ છે જે ૧૯૭૦નાં સમયમાં ખરીદવામાં આવ્યા હતા. ભારત પાસે એક લડાકુ વિમાન સુખોઈ પણ છે જે ૧૯૯૬માં ખરીદવામાં આવ્યુ હતુ. જેને બે દશક થઈ ગયા છે. ભારતને રાફેલ કરાર પહેલા ૧૨૬ મલ્ટીરોલ લડાકુની જરૂરીયાત ઉભી થઈ હતી. આવતા વર્ષ સુધી ભારતને રાફેલ લડાકૂ વિમાન મળતા વાયુ સેનાની તાકાતમાં હજી વધારો થશે.