ભારતને બદનામ કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ 

 

કાશ્મીરઃ ભારત વિરૂદ્ધ પાકિસ્તાનનું વધુ એક કૃત્ય દુનિયાની સામે આવ્યું છે. પાકિસ્તાન ભારતને બદનામ કરવા માટે સતત ષડયંત્ર રચી રહ્યું છે. અને ખોટી માહિતીને પ્રચારનું માધ્યમ બનાવી રહ્યું છે. તેના દ્વારા તે કાશ્મીરી લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક ફેકટ ચેકિંગ સંસ્થાએ દાવો કર્યો હતો કે કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકની પત્ની મુશાલ દૂસૈન મલિક પણ સક્રિય રીતે સામેલ છે. 

એવો દાવો કરવામાં આવ્યો છે કે તે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી રહી છે, જેનાથી કાશ્મીરમાં ભારત વિરૂદ્ધ અને પાકિસ્તાનના પક્ષમાં વાતાવરણ સર્જાય છે. આ માટે તે ખોટી માહિતી શેર કરી રહી છે. વાસ્તવમાં પાકિસ્તાન હવે ભારત વિરૂદ્ધ પ્રોકસીવાર કરી રહ્યું છે. 

ફેકટ ચેકરનો દાવો છે કે યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન કાશ્મીર મુદાનું આતંરરાષ્ટ્રીયકરણ કરવા માંગે છે. આ માટે તે પાકિસ્તાન સાથે મળીને કામ કરી રહી છે અને સોશિયલ મીડિયા દ્વારા ખોટા સમાચાર ફેલાવી રહી છે. સેન્ટર ફોર ડિજિટલ ફોરેન્સિક, રિચર્સ એન્ડ એનાલિટિકસ અનુસાર, ભારતને બદનામ કરવા માટે ટિવટર પર ઘણી સેલિબ્રિટીઝના પાકિસ્તાની એકાઉન્ટસ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટિવટર પર મુશાલ હૂસૈનના ૮૦ હજારથી વધુ ફોલોઅર્સ છે. મોટાભાગના ફોલોઅર્સ પાકિસ્તાનના છે. મુશાલ ટિવટર પર આવી પોસ્ટ કરે છે, જેમાં બતાવવામાં આવે છે કે કાશ્મીરમાં હિંદુઓ દ્વારા મુસ્લિમો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેમની હત્યા કરવામાં આવી રહી છે. મુશાલ તેના તમામ ટિવટમાં સંયુકત રાષ્ટ્રને ટેગ કરે છે. તેણી તેને કહે છે કે ભારતમાં કાશ્મીરી મુસ્લિમોની હત્યા કરવામાં આવી રહી છે. આ કાશ્મીરીઓ પાકિસ્તાન સાથે જોડાઈને ખુશ થશે. મુશાલ તેના ટિવટર હેન્ડલ પર પોતાને યાસીન મલિકની ગૌરવપૂર્ણ પત્ની તરીકે વર્ણવી છે. ઘણી કાશ્મીરી મહિલાઓના ફોટા પોસ્ટ કરીને તેણે લખ્યું છે કે ભારતીય સેના દ્વારા તેમના પર અત્યાચાર કરવામાં આવી રહયો છે.