ભારતને પરોપકાર-દાનવૃત્તિની જરૂરિયાત છેઃ પદ્મશ્રી ડો. સુધીર પરીખ

દસમી જાન્યુઆરી, 2017ના રોજ અમદાવાદમાં લાઇફ એમ્પાવરમેન્ટ સેન્ટરમાં વંચિત મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરી રહેલા પદ્મશ્રી અને પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના સ્થાપક ડો. સુધીર પરીખ

 

 

ડો. સુધીર પરીખ
ભારતીય અમેરિકન ડાયસ્પોરા પોતાના મૂળ સાથે ગાઢ જોડાયેલું છે તે ખૂબ જાણીતી હકીકત છે. દાયકાઓથી આ સમુદાયે અમેરિકાની જીવનશૈલી અપનાવી છે, અમેરિકી જીવનચર્યામાં ઊંડાણપૂર્વક વણાઈ ગયો છે અને સાધનસંપન્ન થયો છે, અમેરિકી રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, પરંતુ તેઓએ પોતાની ભાવિ પેઢીને ભારત, તેની પરંપરાઓ અને સંસ્કૃતિનું જ્ઞાન આપ્યું છે.
જ્યારે ભાવિ પેઢી વેકેશન પસાર કરવા માટે ભારતની મુલાકાતે આવે છે, ત્યારે તેમના માટે આંખો ઉઘાડનારી બાબત હોય છે જેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેવા વિકસિત દેશમાં તેઓ ઊછરેલા હોય છે.
ગરીબી અને વંચિત નાગરિકો ભારતનાં શહેરો અને ગામોમાં વસે છે તે બાબત આંખ ખોલનારી હોય છે.
ભાવિ પેઢી માટે ભારત પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનો એક માર્ગ છે, જે લોકો ભારતમાં જન્મેલા અને ઊછરેલા છે, તેઓ પરોપકાર-દાનવૃત્તિ કરી શકે છે.
ભારતમાં વંચિતોને સહાયરૂપ થવા માટે પરોપકારી પ્રવૃત્તિ માટેની આ પ્રતિબદ્ધતા છે, જે ફક્ત વ્યક્તિગત રીતે જ સંતોષ આપશે નહિ, પરંતુ સૌથી વધુ મહત્ત્વનું એ છે કે આ સમયની માગ છે. આ પરોપકારી પ્રવૃત્તિ ભારતમાં અસંખ્ય નાગરિકોને મદદરૂપ થઈ શકશે. ગરીબીમાં જીવતા અને સંઘર્ષ કરતા લાખો નાગરિકો માટે કદાચ આ એકમાત્ર આશા છે, જેના કારણે તેમની આવતી કાલ ઉજ્જવળ થઈ શકે છે.
એ સમય હતો જ્યારે ભારતીય અમેરિકન સમુદાય દાન આપવા માગતો હતો, પરંતુ એ ચોક્કસ નહોતું કે કઈ સંસ્થાઓમાં પ્રદાન આપવું, કામગીરીમાં પારદર્શિતાની જરૂર હતી. આજે, સમય બદલાયો છે. અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન અને પ્રથમ જેવી ઘણી સંસ્થાઓ છે, જેમાંથી પસંદગી કરી શકાય છે. ભારતના વિકાસ માટે તેઓની પ્રતિબદ્ધતા અંગે સવાલ થઈ શકે તેમ નથી.
આપણામાંના ઘણા લોકો ભારતમાં પ્રાદેશિક ધોરણે પરોપકારી પ્રવૃત્તિ કરવા માગીએ છીએ, આપણે જે રાજયમાંથી આવ્યા તેને મદદ કરવા આતુર છીએ. આપણે ચોક્કસ સમુદાયો અને નાગરિકોને લક્ષ્ય બનાવવા માગીએ છીએ, જેને મદદરૂપ થઈ શકીએ.
મને લાગે છે કે વ્યક્તિગત સંશોધન કરવું જોઈએ કે ભારતમાં ચોક્કસ રાજ્યમાં કઈ સંસ્થાઓ શું કામગીરી કરી છે અને તેઓનો વર્ષનો ટ્રેક રેકોર્ડ ચકાસવો જોઈએ.
ભારતમાં કેટલીક નોન-પ્રોફિટ સંસ્થાઓમાં પ્રદાન કર્યા પછી હું તમને ખાતરી આપું છું કે આ સંસ્થાઓમાં પ્રતિબદ્ધતાનો અભાવ નથી. આમાંની કેટલીક સંસ્થાઓ ફક્ત રોકડ દાન સ્વીકારતી નથી, પરંતુ વંચિતોને સહાયરૂપ થવા તમારી કુશળતા ઉપલબ્ધ થાય તેમાં પણ રસ ધરાવે છે. દાખલા તરીકે તમે ફિઝિશિયન કે શિક્ષક છો, આ સમુદાયો માટે તમે તમારો સમય આપી શકો છો, તેમને ભણાવવાનો પ્રયાસ કરશો.
એક સંસ્થા એવી છે જેની હું તમને ચોક્કસ ભલામણ કરી શકું છું, જે ગુજરાતના રાજકોટસ્થિત ‘લાઇફ’ છે, જે ભારતના ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પોતાની સેવાઓ આપે છે.
ભૂતપૂર્વ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન લાઇફનાં ચેરપર્સન છે. સંસ્થાની કામગીરીની કદર કરતો પત્ર તેમણે લખ્યો છે

14મી એપ્રિલ, 1994ના રોજ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને લાઇફ બ્લડ સેન્ટરની મુલાકાત લીધી હતી.

પ્રોજેકટ લાઇફની સ્થાપના 1978માં બ્લડ બેન્ક તરીકે ગુજરાતમાં થઈ હતી. આજે ભારતમાં ગરીબો અને વંચિતોના જીવનધોરણ સુધારવાની દષ્ટિથી મોટા પાયે પ્રવૃત્તિઓ કરે છે. વિવિધ ભારતીય બિનસરકારી સંસ્થાઓમાંની આ એક છે કે જે બિનનિબાસી ભારતીય અને ભારતીય અમેરિકનો માને છે કે ગરીબી અને બીમારીમાંથી નાગરિકોને બહાર લાવવા માટે તે સારી કામગીરી કરી રહી છે.
લાઇફની સ્થાપના રાજકોટના બે સફળ ઉદ્યોગપતિઓ શશિકાન્ત અને ચંદ્રકાન્ત કોટીચા દ્વારા 1978માં થઈ હતી, જેનો હેતુ સમાજને કંઈક પરત કરવાનો હતો. તેમણે પોતાની પ્રવૃત્તિઓ સ્ટેટ ઓફ ધ એનએબીએચ (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ) અને એએબીબી (અમેરિકન એસોસિયેશન ઓફ બ્લડ બેન્ક્સ, યુએસએ) બ્લડ બેન્કથી લઈને મહિલા સશક્તીકરણ પ્રોજેક્ટો, વૃક્ષારોપણ અભિયાન, 20થી વધુ જેલોમાં યોગા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો સુધી વિસ્તારી છે.
કોટીચા ભાઈઓ નિવાસી અને વૈશ્વિક ગુજરાતીઓ વચ્ચે સેતુરૂપ બની રહ્યા છે અને નાગરિકોને ચુસ્ત રહેવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
મધર ટેરેસા સહિત વિવિધ મહાન હસ્તીઓએ સંસ્થાની પ્રશંસા કરી છે અને વિવિધ શાખાઓની મુલાકાત પણ લીધી છે. મને ગયા વર્ષે આ સેન્ટરની મુલાકાત લેવાની તક મળી હતી.
હું તેઓનાં ભાવિ કાર્યો બદલ તેમને શુભેચ્છા પાઠવું છું.
(પદ્મશ્રી ડો. સુધીર પરીખ પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન છે.)