ભારતને દરેક વસ્તુ પૂરી પાડવા તૈયારઃ રશિયાના વિદેશ મંત્રી

 

નવિ દીલ્હીઃ ભારતના પ્રવાસે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે જણાવ્યું હતું કે તે (અમેરિકા) અન્યોને પોતાની કૂટનીતિનું પાલન કરાવવા માટે ફરજ પાડી રહ્યાં છે, પરંતુ મારૂ માનવું છે કે આ દબાણ ભારત અને રશિયાની વચ્ચેની ભાગીદારીને પ્રભાવિત નહિ કરે. ભારતની વિદેશ નીતિ રાષ્ટ્રીય હિતો પર આધારિત છે. આ સારા અને વફાદાર મિત્ર બનાવે છે. રશિયા અને ભારત વચ્ચે ઘણા સારા સંબંધો છે. અમે ભારતને જરૂરિયાતની દરેક વસ્તુ પૂરી પાડવા માટે તૈયાર રહીશું જે તે અમારી પાસેથી ખરીદવા માગે છે.

એવા સમયે જ્યારે દુનિયાભરમાં ઇંધણની કિંમતોએ દેશને ખરાબ રીતે પ્રભાવિત કર્યો છે, રશિયાના વિદેશ મંત્રીની આ જાહેરાત અત્યંત મહત્વપૂર્ણ છે. રશિયન વિદેશ મંત્રીએ પરોક્ષ રીતે અમેરિકા પર પલટવાર કરતાં કહ્યું કે ભારતને એવી વ્યવસ્થાઓ પર ભરોસો કરવો ન જોઇએ જેના નેતાઓ રાતો-રાત તમારા પૈસા ચોરી લે છે. મોસ્કો અને કીવલ વચ્ચે ભારતને મધ્યસ્થ બનાવવાની સંભાવના પર રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત એક મહત્વપૂર્ણ દેશ છે.

યુક્રેન સંકટ વચ્ચે ભારતને ઓઇલ પુરવઠો અને ચૂકવણી અંગે પૂછતા રશિયના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અમારી પાસેથી જે કંઇ ખરીદવા માગતુ હોય તો અમે ચર્ચા કરવા સ્વીકાર્ય સહયોગ સુધી પહોંચવા માટે તૈયાર છીએ. ભારતની વિદેશ નીતિ પર વાત કરતાં સર્ગેઇ લાવરોવે કહ્યું કે ભારત કોઇના દબાણમાં નિર્ણય નથી લેતુ. ભારતની વિદેશ નીતિ સિદ્ઘાંતો પર આધારિત છે. આ જ કારણ છે કે ભારત અને રશિયા વચ્ચે મૈત્રીભર્યા સંબંધો છે. ભારત અને રશિયા વચ્ચે સામરિક ભાગીદારી છે જેના આધારે બંને એકબીજાની મદદ કરે છે.