ભારતને ડરાવવા ચીનનાં હવાતિયાઃ બોર્ડરે હેલિકોપ્ટર્સની ફોજ ખડકી

A U.S. Navy MH-60 helicopter prepares to land in a file photo. REUTERS/Alberto Lowe

 

નવી દિલ્હીઃ લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી ભારત વિરોધી હરકતો કરી રહેલું ચીન હવે તિબેટમાં હેલિકોપ્ટનરની ફોજ તૈનાત કરી રહ્યું છે. આટલું જ નહી હેલિકોપ્ટર્સને રાખવા માટે ચીન તિબેટમાં એક વિશાળ હેલિપોર્ટ બનાવી રહ્યું છે. જેમાં અંદાજીત ૧૦૦ જેટલા લડાકુ હેલિકોપ્ટર્સ અને અન્ય હેલિકોપ્ટર્સને છૂપાવીને રાખી શકાશે. આ ખુલાસો સેટેલાઈટ તસવીરોથી થયો છે. વધુમાં ચીન ભારત સરહદ નજીક નવા એરબેઝ બનાવી રહ્યું છે અને જૂના એર ફિલ્ડ અપગ્રેડ કરી રહ્યું છે. વધુમાં ભારત સામે જીતવાની લાયમાં ચીન ક્રૂરતાની પણ તમામ હદો પાર કરી રહ્યું છે. ચીન સિચુઆન પ્રાંતથી તિબેટને જોડતી રેલવે લાઈન બનાવી રહ્યું છે અને આ દરમિયાન પઠારી વિસ્તારમાં એક ટનલ બની રહી છે. જેમાં ૮૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે મજૂરોને કામ કરાવી રહ્યું છે.

ધ ડ્રાઈવના અહેવાલ મુજબ ચીન તિબેટના વિસ્તારમાં પોતાની હેલિકોપ્ટર સેનાને મજબૂત બનાવવાની કવાયત કરી રહ્યું છે અને તેના માટે વિશાળ હેલિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ચીનનો ઝડપથી વધી રહેલો વિકાસ બતાવે છે કે ચીન હવાઈ કનેક્ટિવિટી વધારી રહ્યું છે જેથી પોતાના સૈનિકોને સરળતાથી ફેરવી શકાય અને સાથે ઈમર્જન્સીની સ્થિતિમાં સૈનિકોને મદદ પણ પહોંચાડી શકાય. 

ચીને સૌથી પહેલા ૨૦૨૦માં પોતાના જે-૨૦ હેલિકોપ્ટરને તિબેટમાં તૈનાત કર્યું હતું. જેનાથી વિસ્તારમાં અભિયાન ચલાવવું ખૂબ જ સરળ થઈ ગયું હતું. સેટેલાઈટમાં સામે આવ્યું છે કે ચીન ગોલમુડમાં એક મહાકાય હેલિપોર્ટ બનાવી રહ્યું છે. જેમાં ૬૩ હેંગર્સ જોવા મળી રહ્યા છે. આવી જ રીતે ટ્રેન કનેક્ટિવિટી વધારવા માટે પણ ચીન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

ચીન તિબેટ પાસેના પઠારી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટનલ બનાવી રહ્યું છે. આ દરમિયાન ધરતીના ક્રસ્ટમાંથી ભારે ગરમી બહાર નિકળી રહી છે અને પારો ૮૯ ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. એવો માહોલ બને છે કે મશીનો પણ ચાલી શકતા નથી. તેમ છતા ચીન પોતાના મજૂરો પાસેથી કામ કરાવી રહ્યું છે. ભૂસ્તરશાત્રીઓના કહેવા પ્રમાણે કોઈપણ પ્રોજેક્ટ આટલી ગરમીમાં કરવો તે પણ એક રેકોર્ડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here