ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે ઈન્દોર, ભોપાલ બીજા નંબરે અને ચંડીગઢનો ત્રીજો નંબર

0
1778

 

આ વરસે દેશના સૌથી ચોખ્ખા શહેર તરીકે પ્રથમ સ્થાને ઈન્દોરની પસંદગી  કરાઈ છે. સરકારે કરેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોર પહેલા સ્થાને આવ્યું છે. ગત વરસે માત્ર 430 શહેરોનું જ સર્વેક્ષણ  કરવામાં આવ્યું હતું. આ વરસે આશરે 4200 શહેરો અને નગરોને સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવ્યા હતા. આવાસ રાજ્યમંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે સ્વચ્છ સર્વેક્ષણ 2018નું પરિણામ ઘોષિત કર્યું હતું. દેશભરમાં આવેલા શહેરોમાં સ્વચ્છતા કેટલી હદે જળવાય છે અને શહેરોમાં ગંદકી નિવારવા યોગ્ય પગલાં લેવાય છે કે નહિ એ જાણવા માટે આ સર્વેક્ષણ  કરવામાં આવે છે. ગત વરસે પણ ઈન્દોરને પહેલા નંબરનું સ્થાન મળ્યું હતું. સ્વચ્છતાનું સૌથી સુદર ઉદાહરણ પૂરું પાડવા માટે ઝારખંડની પસંદગી કરવામાં આવી હતીા. ત્યારબાદ મહારાષ્ટ્ર અને છત્તીસગઢે સ્થાન મેળવ્યું હતું. લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન આ ઉપલબ્ધિનું શ્રેય ઈન્દોરવાસીઓને આપ્યું હતું. સુમિત્રા મહાજન ઈન્દોરના રહેવાસી છે.